વર્ષ 2017માં ગણપતિના વરઘોડામાં છોકરીની છેડતી મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી જેમાં એક નું મોત થયું હતું,આ ગુનામાં કુલ 28 આરોપીઓની ધરપકડ થઈ હતી,આ ગુનામાં નાસતો ફરતા એક આરોપીને ઝડપી પાડી પોલીસે રિમાન્ડની માંગ કરી.
રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા નવાપુરા ગામે વર્ષ 2017માં ગણપતિના વરઘોડામાં નાચતી વેળાએ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.જેમાં એકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.આ ગુનામાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરી હતી,જોકે બાદમાં એ તમામનો જામીન પર છુટકારો થયો હતો.પણ આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મહેન્દ્ર માનસિંગ વસાવા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા માંથી ઝડપાયો છે.આમલેથા પોલીસે એને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા ગામમાં 4/9/2017ના રોજ નવાપુરા અને કુમસગામના ગણપતિ વિસર્જન દરમિયાન નાચતી વેળાએ છોકરીઓની છેડતી મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.આ બબાલમાં કુમસગામના કિરણ સામસુંન વસાવાને માથામાં ધારીયું વાગતા એનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ ગુનામાં 28 લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે આ ગુનાનો સહ આરોપી મહેન્દ્ર માનસિંગ વસાવા છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.જેને આમલેથા પીએસઆઈ સી.એમ.ગામીત સહિતની ટીમોએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




