દોઢ કરોડ થી વધુ ના ખર્ચેે રીનોવેશન કરાયેલા આ ડેપો માં ફક્ત થીંગડા મરાયા હોવા છતાં આંધળા સત્તાધીશો કેમ ચૂપ રહ્યા કોના કોના ખિસ્સા ભરાાયા…? ભારે ચર્ચા

રાજપીપળા : નર્મદા જિલ્લાલા નું એક માત્રર વડુ રાજપીપળા એસ ટી ડેપો છે જેમાં ઘણી તકલીફો છે છતાં આ ડેપો નું કોઈ બેલી નથી ત્યારે થોડા સમય પેહલા દોઢ કરોડ થી વધુના ખર્ચે આ ડેપો નું ફક્ત નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર નરી આંખે જણાઈ આવે છે.

ત્યારે ડેપો ના ઉપરી અધિકારીઓ કેમ આ ડેપો નું કામ ચાલતું હતું ત્યારે આંધળા બની તમાશો જોઈ રહ્યા હતા કેમ જેતે કોન્ટ્રાક્ટર ટેન્ડર મુજબ મટીરીયલ્સ કે કામગીરી માટે કોઈ રોક ટોક ન કરાઈ એ મોટો સવાલ છે ત્યારે આજે ગણતરીના સમય માં દોઢ કરોડ નો માત્ર ધુમાડોજ કરાયો હોવાનું આ ડેપોની હાલત પર થી સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આ કામગીરી માં મોટો ભ્રસ્ટાચાર થયો હોય એમાં કયા કયા અધિકારીઓ ની સંડોવણી હતી એ તપાસ નો વિષય છે માટે વિજિલન્સ વિભાગ રાજપીપળા ડેપો ની કામગીરી માટે તપાસ કરશે…? કે આ ભ્રષ્ટ કામગીરી માં વિજિલન્સ ના અધિકારીઓ ની પણ સંડોવણી હશે…?

હાલતો આ ડેપો ના પ્લેટફોર્મ પર ના દરેક પ્લેટફોર્મ નંબર ના પથ્થરો તૂટી ગયા છે અને અન્ય પણ કેટલીય સમસ્યા યથાવત છે એ કોણ દૂર કરશે…? ઉપર થી નીચે ના તમામ એસ ટી ના અધિકારીઓ પૈકી જો કોઈ ઈમાનદાર હોય તો આ બાબતે તપાસ કરી પોતાની ઈમાનદારી નો નમૂનો દેખાડે એ જરૂરી જણાય છે .
રાજપીપળા પ્રતિનિધિ સાથે ની ચર્ચા
મારી પાાસે કોઈની ફરિયાદ આવે તો હું તપાસ કરાવુ : સુરેન્દ્રસિંહ માત્રોજા ( વિભાગીય નિયામક,ભરૂચ )
રાજપીપળાએસ ટી ડેપો એ ભરૂચ ડીવીજન માં આવતો હોય આ બાબતે ભરૂચ એસ ટી વિભાગના ડી સી (વિભાગીય નિયામક ) સુરેન્દ્રસિંહ માત્રોજા સાથે અમારા રાજપીપળા પ્રતિનિધિ એ વાત કરી
1, પ્રતિનિધિ : લઘભગ દોઢ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા રાજપીપળા ડેપો માં ફક્ત વેઠ ઉતારી છે તો આપ શું કહેશો..?
ડી સી : આ ડેપો નુંું કામ લઘભગ એકાદ વર્ષ ઉપર થયું અબે હું હાલ એકાદ મહિનાથીજ ભરૂચ મુકાયો છું મને જાણ નથી
2, પ્રતિનિધિ : રાજપીપળા માં ડેપો મેનેજર પણ નથી ત્યારે તકલીફ બાબતે કોણ જોશે …?
ડી સી : ના આજેજ રાજપીપળા ખાતે ડેપો મેનેજર મુકાયા છે
3, પ્રતિનિધિ: તમે વિભાગીય નિયમ છો અને એક મહિના થી ચાર્જ સાંભળ્યો છે છતાં રાજપીપળા ડેપો ની તકલીફ બાબતે અજાણ હોવ ત્યારે એક દિવસઃ પેહલા મુકાયેલા ડેપો મેનેજર પાસે શું અપેક્ષા રાખવી …?
ડી સી : હા પણ મારી પાસે રાજપીપળા ડેપો ની તકલીફ બાબતે કોઈ ફરિયાદ આવે તો હું પગલા લઈ તપાસ કરાવી શકું માટે આપ ફરિયાદ કરો
4, પ્રતિનિધિ : સાહેબ અમારું કામ લોકોનો તકલીફ દૂર કરવા અમારા જિલ્લા માં થયેલા કામોમાં ભ્રસ્ટાચાર અટકાવવા લગતા વળગતા તત્વો ને ખુલ્લા કરી સમસ્યા નો અંત લાવવાનું છે એના માટે અમે સમાચાર બનાવી શકીયે એના આધારે તમે તપાસ કરાવો
ડી સી : સારું હું તપાસ કરીશ ,પણ તમે જયારે આ ડેપો નું કામ ચાલતું હતું ત્યારે કેમ ફરિયાદ ન કરી ..?
5, પ્રતિનિધિ : સાહેબ જયારે ડેપો પર દોઢ કરોડ ના થીંગડા મારતા હતા ત્યારે પણ અમે તંત્ર ને જગાડવા બે વખત અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા છતાં કોન્ટ્રાક્ટર નો વાળ વાંકો ન થયો અને વેઠ ઉતારી એ આજે સ્પષ્ટ દેખાઈ આવે છે માટે આપ સમાચાર ના આધારે પણ તપાસ કરી પગલાં લઈ શકો છો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





