કપડવંજ ખાતે આજે પ્રધાનંમત્રી ઉજ્જવલા યોજના હેઠળ કપડવંજ અને કઠલાલ તાલુકાની ૮૮૬ ઉપરાંત ગરીબ પરિવારોની મહિલાઓને ગેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ મેળવેલ મહિલાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
કપડવંજના મીનાબેન વાદી અને પારૂલબેન વસાવાએ પોતાને ગેસ જોડાણ મળ્યાનો હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, હવે અમોને રસોઇ બનાવવા માટે ચૂલો ફૂકવામાંથી મુક્તિ મળી છે. જેને પરીણામે અમારૂં તથા પરિવારનું આરોગ્ય સચવાશે. સમયની બચત થતા અમો અન્ય આર્થિક ઉપાર્જનની પવૃતિ કરી આર્થિક રીતે સક્ષમ બનીશું એટલું જ નહીં રસોઇ બનાવવા માટે હવે લાકડા કે કેરોસીનનો ઉપયોગ કરવો પડશે નહીં. જેથી પર્યાવરણની જાળવણી થશે. તેમણે ગેસ જોડાણ મળવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કપડવંજના વસાવા પારૂલબેને જણાવ્યું કે, હું એક આદીવાસી પરીવારમાંથી આવું છું. મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. પહેલા હું મારા બાળકો અને પતિનો સમય સાચવી શકતી ન હતી. હવે મને ગેસ મળવાથી હું તેઓનો સમય સાચવી શકીશ. મારા પતિ સમયસર ઘરેથી નોકરીએ જઇ શકશે તેમજ મારા બાળકો સમયસર નિશાળે જઇ શકશે. તેનો મને આનંદ છે.
તૈયબપુરાના રહેવાસી ૭૦ વર્ષિય પટેલ લક્ષ્મીબેન અમૃતભાઇએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી હું ચૂલા પર જ રસોઇ કરતી હવે ઢળતી ઉંમરે મને આ લાભ મળ્યો છે જેથી મને શારીરિક અને માનસિક શાંતિ થશે. મારી વૃધ્ધાવસ્થામાં ચૂલાના ધૂમાડા ફૂંકવામાંથી મને મુક્તિ મળી છે.
લલીતાબેન મુકેશભાઇ તૈયબપુરા ગામે રહે છે. જેઓ પહેલા ચૂલા પર રસોઇ કામ કરતાં હતા. તેઓને ગેસ કીટનો લાભ મળતા તેઓએ જણાવ્યું હતું કે, હવે સમયસર બધુ કામ થશે, ચૂલાના ધૂમાડાથી છુટકારો મળશે અને સ્વાસ્થ્ય જળવાઇ રહેશે જેનો મને ખુબ આનંદ છે.
કાળકાના મુવાડાના બેને જણાવ્યું હતું કે, ગેસ મળવાથી અમને ખુબ જ લાભ થયો છે. અમારૂ કામ ઝડપથી થશે, રાહત થશે, ધૂમાળામાંથી છુટકારો મળશે. જીવન જીવવાનો ખુબ આનંદ આવશે.
મીનાબેને સરકારની ઉજ્જવલા યોજના અંગે જાણી બે વર્ષ પહેલા અરજી કરી હતી. કેરોસીનની લાઇનમાં ઉભી રહેવાથી મુક્તિ મળી છે. ધક્કા ખાવાના બંધ થયા. ધૂમાડામાંથી મુક્તિ. ઓછા સમયમાં રસોઇ બનાવી આનંદથી જીવી શકું તે માટે આ સરકારની આભારી છું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



