પાંચ ડાબેરી વિચારકો સોમવાર સુધી નજરબંધ રહેશે,૧૭ સપ્ટેમ્બરે સુનાવણી થશે

0
15

ન્યુ દિલ્હી,તા.૧૨
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં જાડાયેલા ૫ ડાબેરી વિચારકોને આગામી સોમવાર સુધી નજરબંધ જ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે બુધવારે સુનાવણી થવાની હતી પરંતુ તે ટાળી દેવામાં આવી છે. હવે આગામી સુનાવણી ૧૭ સપ્ટેમ્બરે થશે.
સીનિયર વકીલ આનંદ ગ્રોવરના જણાવ્યા પ્રમાણે ધરપકડ થયેલા સુરેન્દ્ર ગડલિંગ તેમનો પક્ષ મુકવા માગે છે. તેમની પાસે ૨૫ વર્ષનો અનુભવ પણ છે. પંરતુ તેમને મંજૂરી આપવામાં આવી નથી. આ પહેલાં પણ ૬ સપ્ટેમ્બરે સુનાવણી ટાળવામાં આવી હતી.
નોંધનીય છે કે, દેશના ઘણાં વિસ્તારોમાં દરોડા પાંડીને પોલીસે ૫ ડાબેરી વિચારકો- સુધા ભારદ્વાજ, વરવરા રાવ, ગૌતમ નવલખા, અરુણ ફેરેરા અને વરનોન ગોન્સાલ્વિસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે તેમને હાઉસ અરેસ્ટ રાખવાનો આદેશ આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY