ન્યુ દિલ્હી,તા.૧૨
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ મામલે પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગી અને તેમના ભાઈને જામીન આપ્યા છે. જાકે, આ મામલે અન્ય આરોપી કાર્લો ગેરોસા અને જી.આર. હેશ્કેને જામીન મળ્યા નથી. બન્ને કોર્ટના સમન બાદ કોર્ટમાં હાજર થયા નહોતા. જેથી તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.
કોર્ટે આ મામલે ઈડીએ કરેલી અરજી બાદ સુનાવણી કરી રહી હતી. અગસ્તા વેલ્ટલેન્ડ મામલે એસપી ત્યાગી સહિત ૧૮ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ ૨૦૧૩-૧૪માં પ્રકાશમાં આવ્યુ હતું. યુપીએ સરકારે વીવીઆઈપી માટે ૧૨ હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી હતી. ૩ હજાર ૬૦૦ કરોડની ડીલમાં રાજનેતા અને સૈન્ય અધિકારીઓએ લાંચ લીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



