ન્યુ દિલ્હી,તા.૧૩
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ દેશ છોડતા પહેલા નાણા મંત્રી અરુણ જેટલીને મળીને સેટલમેન્ટની ઓફર કરી હતી. તેવા આપેલા નિવેદન બાદ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે.
આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે જેટલી અને માલ્યા વચ્ચે સંસદમાં થયેલી મુલાકાત પી એલ પુનિયાએ જાઈ હતી.
રાહુલે કહ્યું હતુ કે જેટલીએ ક્્યારેય વિજય માલ્યાની મુલાકાત અંગે દેશને જણાવ્યુ નહોતુ.જેટલીને જા માલ્યા બીનઔપચારિક રીતે મળ્યા હોય તો પણ આ વાત કેમ અત્યાર સુધી જેટલીએ છુપાવી રાખી. આજે અમારી પાસે આ મુલાકાતનો પુરાવો છે. પી એલ પુનિયાએ સંસદમાં માલ્યા અને જેટલી વચ્ચેની મુલાકાત જાઈ હતી. આ મુલાકાત નાની નહોતી.
માલ્યા અને જેટલી વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં ૧૫ મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ રાહુલ ગાંધીએ માંગ કરી હતી.
રાહુલે બાદમાં કહ્યું હતુ કે સ્પષ્ટ છે કે વિજય માલ્યા દેશના નાણા મંત્રી અરુણ જેટલીની મંજૂરી અને સલાહ લઈને દેશ છોડી ગયો છે. જેટલીએ સીબીઆઈ, ઈડી કે પોલીસને પણ આ વાતની જાણ ના કરી. માલ્યા માટે કાઢવામાં આવેલી લૂકઆઉટ નોટિસને ઈન્ફર્મેશન નોટિસમાં કોણે બદલી. જેટલીએ બતાવવુ જાઈએ કે આ નિર્ણય તેમનો હતો કે ઉપરથી તેમને આવુ કરવાનો આદેશ મળ્યો હતો.
રાહુલની સાથે ઉપસ્થિત પી એલ પુનિયાએ જણાવ્યુ હતુ કે ૧ માર્ચ ૨૦૧૬ના દિવસે બજેટ સત્ર પછી હું સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠો હતો. ત્યારે મેં જાયુ હતુ કે અરુણ જેટલી અને વિજય માલ્યા ખૂણામાં ઉભા રહીને ગુસપુસ કરી રહ્યા હતા. બંને વચ્ચે પાંચ થી સાત મિનીટ વાત ચાલી હોત. બંને સેન્ટ્રલ હોલની બેંચ પર પણ વાત કરતા જાવા મળ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તેના બે દિવસ પછી જ્યારે મીડિયામાં માલ્યાની વિદેશ ભાગી જવાની ખબરો આવી ત્યારે મને પહેલો વિચાર એજ આવ્યો હતો કે આ વ્યક્તિ બે દિવસ પહેલા જ અરુણ જેટલીને મળી હતી. આ મુલાકાત જેટલીએ અઢી વર્ષ સુધી છુપાવી રાખી હતી. સેન્ટ્રલ હોલમાં સીસીટીવી છે. ફૂટેજ કાઢીને ચેક કરવામાં આવે અને હું ચેલેન્જ આપુ છું કે મારા અથવા જેટલીમાંથી જે પણ ખોટુ બોલ્યુ હોય તે રાજકારણ છોડી દે.દેશના વિશ્વાસ પર હુમલો થયો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલો આરોપ ગંભીર છે. વડાપ્રધાને આ અંગે તરત જ સ્વતંત્ર તપાસ કરાવી જાઇએ. જ્યાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી અરુણ જેટલી નાણાંમંત્રી પદ પરથી રાજીનામું આપવું જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




