અંબાજી,તા.૧૩
શક્તિપીઠ અંબાજી મંદિરમાં તાજેતરમાં આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથીમાં ઇમર્જન્સીને પહોંચી વળવા માટે આજે જગવિખ્યાત અંબાજી મંદિરમાં એક માઈ ભક્તને હૃદય રોગનો હુમલો આવતા તેને કઈ રીતે ઝડપી સારવાર મળે તે માટે આરોગ્ય તંત્ર તરફથી આજે માકડ્રિલ યોજાઈ હતી.
આજે સવારે ૧૧ કલાકે અંબાજી મંદિર માં એક માઈ ભક્ત ને પીતળ ગેટ પાસે દર્શન કરવા જતા હૃદયત રોગ નો હુમલો આવતા તેને ઝડપી સારવાર મળે તે માટે તાત્કાલિક મંદિર સિક્યુરિટી અને આરોગ્ય તંત્ર તરફથી પ્રથમ સારવાર મંદિરમાં આપી ત્યારબાદ ૧૦૮ મારફતે ઝડપી સારવાર માટે અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રિલનો મુખ્ય ઉદેશ્ય અંબાજી મહામેળામાં કઈ રીતે ઝડપી સારવાર મળે માઈ ભક્તોને તે માટે યોજાઈ હતી.
તેમને જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં આવનારા સમયમાં ભાદરવી મહામેળો શરુ થઇ રહ્યો છે. ત્યારે આજે તંત્રની સૂચના થી અહીં મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં એક માઈ ભક્ત ને હૃદય માં દુખાવો ઉપડતા તેને કઈ રીતે ઝડપી સારવાર મળે તે માટે આ મોકડ્રિલ કરવાનો ઉદેશ્ય હતો તેમ કહ્યું હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861







