ન્યુ દિલ્હી,તા.૧૩
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળો દ્વારા થઈ રહેલી આકરી કાર્યવાહી બાદ હવે આતંકવાદીઓ માટે ભૂખે મરવાના દિવસો આવ્યા છે.
ઉધમપુર જિલ્લામાં ફોરેસ્ટ ઓફિસર અને સીઆરપીએફ જવાન પર ફાયરિંગ કરીને ફરાર થયેલા ત્રણ આતંકવાદીઓને શોધવા માટે સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે ત્યારે સરહદ પાસે રહેનારા એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને જણાવ્યુ હતુ કે બુધવારે ત્રણ આતંકવાદી રાતે આઠ વાગ્યે ઘરમાં ઘુસ્યા હતા અને મને ધમકી આપી હતી.
ગ્રામજનના કહેવા પ્રમાણે આતંકવાદીઓએ પાંચ દિવસથી ભુખ્યા હોવાની વાત કરી હતી.એ પછી તેઓ ઘરમાંથી બિસ્કિટ અને સફરજન લઈ લીધા હતા..તેની પાસેથી પહેરવા માટે કપડા પણ લીધા હતા, ગાડી પણ માંગી હતી.જાકે તેની પાસે ગાડી નહી હોવાથી આતંકવાદીઓ રવાના થઈ ગયા હતા.
પોલીસના કહેવા પ્રમાણે સમગ્ર વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



