બુમરાહના તરખાટ બાદ ભારતનો ધબડકો, ૩૪૬ રનની લીડ સાથે બીજા દાવમાં ૫૪/૫

0
5

મેલબર્ન,તા.૨૮
ઓસ્ટ્રેલિયાના તેજ બોલર પૈટ કમિન્સે બીજી ઈનિંગમાં જારદાર બોલિંગ કરતાં મેલબર્ન ટેસ્ટને રોમાંચક બનાવી દીધો છે. જા કે ભારતીય ટીમનું પલડું હજુ ભારે છે. બોકસિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના ૪૪૩ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ ૧૫૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતને ૨૯૨ રનની વિશાળ લીડ મળી હતી. જે બાદ ભારતે સૌના આશ્ચર્ય વચ્ચે કાંગારુઓને ફોલોઓન આપ્યું ન હતું. જે નિર્ણય ભારે પડતાં બીજી ઈનિંગમાં ભારતની ૫ વિકેટ પડી ગઈ છે. ત્રીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ ૫૪ રન બનાવ્યાં છે. અને કાંગારુઓ પર ૩૪૬ રનની લીડ બનાવી છે.
ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી વધુ સફળ બોલર રહ્યો. તેને ૩૩ રન આપીને ૬ વિકેટ ઝડપી. તો રવિન્દ્ર જાડેજાએ ૨ જ્યારે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક-એક સફળતા મળી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેન અને માર્ક્સ હેરિસે સૌથી વધુ ૨૨-૨૨ રન બનાવ્યાં. તે ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ ૨૧, શેન માર્શે ૧૯, ટ્રેવિસ હેડે ૨૦ અને પૈટ કમિન્સે ૧૭ રન બનાવ્યાં. કિવિઝના પાંચ ખેલાડીઓ બે આંકડા સુધી પણ ન પહોંચી શકિયા. બે ખેલાડી શૂન્ય પર જ પેવેલિયન પરત ફર્યાં.
બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત પણ ઘણી જ ખરાબ રહેતાં. ટીમના ખાતામાં ૨૮ રન જાડાયાં હતા અને હનુમા વિહારી આઉટ થઈ ગયો. તેને ૧૩ રન બનાવ્યાં હતા. તેની જગ્યાએ આવેલો ચેતેશ્વર પુજારા બીજી ઈનિંગમાં શૂન્ય રને જ્યારે કેપ્ટન કોહલી પણ શૂન્ય રને આઉટ થયો. આમ એક પણ રન જાડ્યાં વગર ભારતની ૩ વિકેટ પડી. કોહલી બાદ આવેલો રહાણે પર ૧ રન બનાવી જ પેવેલિયન પરત ફર્યો છે. ભારતની ચારેય વિકેટ કમીન્સે લીધી છે. ભારતની પહેલી વિકેટ ૧૩મી ઓવરના છેલ્લાં બોલ પડી જ્યારે ચોથી વિકેટ ૧૭મી ઓવરના પહેલાં બોલે પડી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખાતામાં માત્ર ૪ રન જાડયાં હતા.
જસપ્રીત બુમરાહ એક કેલેન્ડર યરમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનાર પહેલો એશિયાઈ બોલર બન્યો છે. તેને દક્ષિણ આફ્રિકાની યાત્રા દરમિયાન જ્હોનિસબર્ગ ટેસ્ટમાં ૫૪ અને ઈંગ્લેન્ડ સીરીઝના ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં ૮૫ રન આપીને ૫-૫ વિકેટ લીધી હતી. બુમરાહનું આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલું વર્ષ છે. તેને આ વર્ષે જાન્યુઆરીમાં કેપટાઉનમા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ રમીને પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી.
ભારતના ૪૪૩/૭ સ્કોરની સરખામણીએ પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નથી. ત્રીજા દિવસે ઈશાંત શર્માએ તેવી ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર એરોન ફિંચને આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. ફિંચ માત્ર ૮ રન કરીને આઉટ થઈ ગયો. તે સમયે ટીમનો સ્કોર માત્ર ૨૪ રન હતો. માર્ક્સ હેરિસે ૧૨ રન કર્યા હતા અને બુમરાહે તેને આઉટ કરી દીધો. ઓસ્ટ્રેલિયન ટીમે લંચ પહેલાં ઉસ્માન ખ્વાજા અને શાન માર્શની વિરેટ પણ ગુમાવી હતી. લંચ પછી પણ ઓસ્ટ્રેલિયા ટીમની સ્થિતિ સારી નહતી દેખાતી. ટીમે ૧૦૨ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા ૧૫૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY