સેંસેક્સે ફરીથી ૩૮,૦૦૦ની સપાટી મેળવી : તીવ્ર ઉછાળો

0
16

મુંબઇ,તા. ૧૪
શેરબજારમાં આજે જારદાર તેજી રહી હતી. ડોલર સામે રૂપિયો રિકવર થતાં તેની સીધી અસર બજાર ઉપર થઇ હતી. શેરબજારમાં આજે તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સેંસેક્સ ૩૭૩ પોઇન્ટ ઉછળીને ૩૮૦૯૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૮૦૦૦ની સપાટી હાસલ કરી લીધી હતી. નિફ્ટી ૧૪૫ પોઇન્ટ ઉછળીને ૧૧૫૧૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. યશ બેંક અને આઈડીએફસી બેંકમાં સુધારો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૬૦ પૈસા સુધી મજબૂત બન્યો હતો. બુધવારના દિવસે ડોલર સામે રૂપિયો ૫૧ પૈસા મજબૂત થઇને ૭૨.૧૨ રહ્યો હતો. એક વખતે ડોલર સામે રૂપિયો ૭૨.૯૧ થઇ ગયો હતો. શેરબજારમાં પ્રવાહી Âસ્થતી રહેવા માટે કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. જેમાં અમેરિક અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ, ક્રુડ ઓઇલની કિંમતમાં સતત થઇ રહેલા વધારાના કારણે પણ શેરબજાર પર પ્રતિકુળ અસર થઇ રહી છે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. કેટલાક નકારાત્મક સંજાગોના કારણે હાલત કફોડી બનેલી છે. મોટી કપનીઓના શેરમા પણ ઉથલપાથલ જાવા મળી રહી છે. આવી પ્રવાહી Âસ્થતીમાં રોકાણ કરવા માટે વેપારી બિલકુલ તૈયાર નથી. ડોલરની સામે રૂપિયાના અવમુલ્યનને રોકવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી. શેરબજારમાં ઉથલપાથલ માટે ડોલર સામે થઇ રહેલી તેજી પણ જવાબદાર દેખાઈ રહી છે. જા કે, અમેરિકા અને ચીન વચ્ચે જારી ખેંચતાણના કારણે ઉભરતા બજારો પણ ચિંતાતુર બનેલા છે. વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે ટ્રેડ ટેન્શન દિનપ્રતિદિન તીવ્ર બની રહ્યું છે. શેરબજારમાં બુધવારે ફરી તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૭૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૮૨ પોઇન્ટ ઉછળીને ૧૧૩૭૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે શેરબજારમાં હાલમાં મોટો કડાકો છેલ્લા બે કારોબારી સેશનમાં રહ્યો હતો. માત્ર બે કારોબારી સેશનમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયા બાદ હવે આજે સવારે રિક્વરી થઇ હતી . હાલમાં માત્ર બે દિવસમાં જ ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થતા કારોબારી ચિંતાતુર દેખાયા હતા. તેમનામાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ હતી. એશિયન શેરબજારમાં આજે તેજી રહી હતી. અમેરિકા અને ચીન વેપાર મંત્રણાના નવા દોર માટે રાજી થયા છે. ટેરિફ વોરને ટાળવા માટે બંને દેશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તુર્કીની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં નિર્ણાયક વધારો કર્યો છે જેના પરિણામ સ્વરુપે વૈશ્વિક જાખમની Âસ્થતિ હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૯ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે જાપાનના નિક્કી સ્ટોક ઇન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY