નવી દિલ્હી,તા. ૧૪
પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે ફરીવાર વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસાનો વધારો કરાયો હતો જ્યારે મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ ૨૮ પૈસા ૨૭ અને ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારના દિવસે પેટ્રોલની કિંમતમાં નજીવો બ્રેક મુકાયા બાદ ફરી એકવાર ભાવ વધારાનો દોર શરૂ થયો છે જેના ભાગરુપે આજે ફરીવાર વધારો થયો હતો. આજે સતત બીજા દિવસે દેશભરમાં પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં દિલ્હીમાં ૨૨ પૈસા, મુંબઈમાં ૨૪ પૈસા, કોલકાતામાં ૨૨ પૈસા અને ચેન્નાઈમાં ૨૪ પૈસાનો વધારો કરાયો હતો. પેટ્રોલની કિંમત હવે દિલ્હીમાં ૮૧.૨૮ રૂપિયા થઇ છે જે ગુરુવારે ૮૧ રૂપિયા હતી. મુંબઈમાં લોકોને એક લીટર પેટ્રોલ માટે હવે ૮૮.૬૭ રૂપિયા ચુકવવા પડશે. આવી જ રીતે ડીઝલ માટે પણ જુદા જુદા ભાવ રહેશે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે આને જીએસટી હેઠળ લાવવાની પણ વાત થઇ રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી. ડાબેરીઓ પણ બંધમાં જાડાયા હતા. કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી મહિનાઓમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારા પર બ્રેક મુકવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ભાવ વધારાને લઇને સામાન્ય લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત છ દિવસસુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાની સામે ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન બિહાર સહિતના કેલાક રાજ્યોમાં હિંસા થઇ હતી. જા કે ભારત બંધના એક દિવસ બાદ પણ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે. ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



