પૂ. મોરારી બાપુ, મુખ્યમંત્રી રૂપાણી વગેરે કાર્યક્રમમાં હાજરી આપશે
સુરત, તા.૬
સુરતથી ચૂંટાયેલા રાજ્યના માજી ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીએ તેઓના ૨૫ વર્ષના રાજકીય જીવનમાં કરેલ કાર્યો, કામ કરવાની તેઓની પદ્ધતિ અને વિચારધારાનું ‘‘સીધો મારગ’’ નામથી પુસ્તક લખેલ છે. ઉપરોક્ત પુસ્તકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ તા.૭-૩-૨૦૧૯ને ગુરૂવારના રોજ એચ.કે.હબ, ગુજરાત હીરા બુર્સ, જેમ એન્ડ જ્વેલરી પાર્ક, પાલ-હજીરા રોડ, ઈચ્છાપોર સુરત ખાતે સવારના ૯.૦૦ કલાકે આયોજિત કરવામાં આવેલ છે. પુસ્તક વિમોચન રામાયણના પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્ય કક્ષાના મંત્રી કુમારભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર કાર્ય કરી રહ્ના છે.
કાર્યક્રમનું આયોજન સુરત શહેરના વિવિધ ક્ષેત્રો જેવા કે સામાજિક, વ્યવસાયિક, શૈક્ષણિક, સાહિત્ય અને કલા જગતના ૪૪ આગેવાનોની બનેલ ‘‘સીધો મારગ’’ પુસ્તક વિમોચન સમિતિ કે જેના અધ્યક્ષ પદે સુરતના પ્રથમ નાગરિક મેયર ડો. જગદીશભાઈ પટેલ છે.
‘‘સીધો મારગ’’ પુસ્તકમાં નાનુભાઈ વાનાણીએ તેમના કાર્યો, કાર્યપદ્ધતિ અને વિચારો જેવા કે સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક, કાર્યો જેવા કે રાજકીય, સામાજિક, સેવાકીય, સંસ્થાકીય, કુદરતી આપત્તિઓ, ખેડૂતો માટે, ગરીબો માટે ઉપરાંત કામ કરવાની પોતાની પદ્ધતિ, પોતાની પ્રકૃતિ, લોકસંપર્ક કરવાની પદ્ધતિ, મંત્રી તરીકે કરેલ કામગીરી, સમગ્ર સુરત શહેરના વિકાસ માટે કરેલ કામગીરી રાજકીય સંઘર્ષ વગેરેનું વિસ્તૃત અનુભવ સિદ્ધ ચારસો પેજમાં શબ્દચિત્ર રજૂ કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



