કચ્છ,તા.૧૪
DRIની ટીમે કંડલા પોર્ટમાં ૧૫૦થી વધુ કન્ટેનરોની અટકાયત કરી છે. કેરોસીન કાંડમાં ૭ માંથી દિલ્હીના ૬ અને ગાંધીધામનો ૧ ટ્રેડર હોવાનું સામે આવ્યું છે. તો પોર્ટ ખાતે કરોડોની કિંમતનો જથ્થો તથા જૂના અને નવા સેમ્પલો એકત્રીત કરી DRIએ હવે આ દિશામાં તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે.
આ ઘટના મામલે મળતી વિગત મુજબ, કચ્છમાંDRIની ટીમ દ્વારા કંડલા પોર્ટ ઉપર અચાનક દરોડા પાડવામાં આવતા કરોડોની કિંમતનો કેરોસીનનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થામાં કેટલાક કન્ટેનરોમાં જૂનો તથા કેટલાક કન્ટેનરોમાં કેરોસીનનો નવો જથ્થો હાવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
જા કે, DRI દ્વારા હાથ ધરવામાં આવેલ દરોડાની કામગીરીમાં ૧૫૦થી વધુ કન્ટેનરોની અટકાયત કરીને તપાસ હાથ ધરતા ગેરકાયદે વેપાર કરતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો.DRIની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ કાર્યમાં ૭માંથી ૬ દિલ્હીના અને ૧ ગાંધીધામનો ટ્રેડર હોવાનું ખુલવા પામેલ. આ મામલે DRIએ તમામ કન્ટેનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



