અંધેરીનો ફૂટ ઓવરબ્રિજ પડ્યો ત્યારે ટ્રેન 50 મીટર જ દૂર હતી
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે અંધેરી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં ટ્રેનના એક એન્જિન ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે સેંકડો મુસાફરોનો બચાવ થયો છે. એવુ જાણવા મળ્યુ છેકે આ ઘટના બની ત્યારે એક લોકલ ટ્રેન બોરીવલીથી ચર્ચગેટ તરફ જઈ રહી હતી. એક ન્યૂઝ ચેનલના કહેવા પ્રમાણે બ્રિજ પડ્યો ત્યારે આ ટ્રેન માંડ 50 મીટર દુર હતી અને એન્જિન ડ્રાઈવર સાવંતે બ્રેક ના મારી હોત તો કદાચ કાટમાળ ટ્રેન પર પડ્યો હોત અથવા તો ટ્રેક પર પડેલા કાટમાળની સાથે અથડાઈને ટ્રેન પાટા પરથી પણ ઉતરી પડી હોત. ટ્રેન રોકાઈ જતા તેમાં બેઠેલા ઘણા લોકો બચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફૂટ ઓવરબ્રિજ અંધેરી પૂર્વ સ્ટેશન તરફ પડ્યો હતો. બ્રિજ પડવાથી રેલવે સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



