સુરત,તા.૧૪
સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગતા ચોરને લોકોએ ઝડપી પાડ્યો હતો. જેને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જાકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લોકોએ ચોરને અધમુઓ કરી નાંખતા સારવાર અર્થે ખસેડ્યો હતો.
પાંડેસરામાં મહિલાના હાથમાંથી મોબાઈલ છીનવીને ભાગવા જતાં શખ્સ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. જેને લોકોએ ફટકારતાં બેહોશ થઈ ગયો હતો. જેના પગલે બાદમાં તેને સારવાર અર્થે ૧૦૮ દ્વારા સુરત સિવિલ ખસેડવામાં આવ્યો હતો. ચોરને લોકોએ માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટોળા દ્વારા ચોરને ઢોર માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



