સુરત,
તા.૨૨/૦૩/૨૦૧૮
મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વકારતા ફોટોનો ઉપયોગ કરીને ફેક એકાઉન્ટ બનાવ્યું
કલાસમેટ મહિલાએ ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વકારતાં યુવકે તે જ મહિલાના ફોટો મુકીને ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. મહિલાને તે અંગે જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર ક્રાઈમની મદદથી સમગ્ર ગુનોનો ભેદ ઉકેલી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મહિલાની ફરિયાદ મુજબ તેના ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા ચેટ અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવીહતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફેક એકાઉન્ટ બનાવનાર ઘનશ્યામ ઉર્ફે પાર્થ અમૃતલાલ ચોટલીયા (ઉ.વ.૨૫) રહે દીપમાલા સોસાયટી રામનગર રાંદેર, મૂળ જીરાગઝ તા જાડીયા જિલ્લો જામનગરને ઝડપી લઈ પુછપરછ કરી હતી. જેમાં સમગ્ર કેસમાં તેનો હાથ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ પુછપરછમાં પાર્થ ચોટલીયાએ જણાવ્યું હતું કે, મહિલા તેની ક્લાસમેટ હોવાથી તેને ઓળખતો હતો. અને અભ્યાસ છોડ્યા બાદ કોઈ સંપર્ક ન હતો. છેલ્લા ચારેક વર્ષથી ફેસબુક ઉપર પાર્થ ચોટલીયા નામના એકાઉન્ટથી સ્કૂલ મેટનો શોધતો હતો. દરમિયાન છ માસ પહેલા ફેસબુક પર તેણીનું એકાઉન્ટ મળી ગયું હતું. અને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પરંતુ તેણીએ ફેસબુકમાં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી નહોતી. જેથી તેણે મહિલાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. અને ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.
પાર્થે મહિલાના ફોટોનો ઉપયોગ કરીને તેણીના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. અને ૫૦ જેટલા યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ સિવાયની અન્ય મહિલાના નામની પણ ફેક આઈડી બનાવી હતી. આ ફેક આઈડી બનાવવા માટે ફોટાઓ તેઓના ફેસબુક આઈડીમાંથી કોપી કરતો હતો. આ બાબતે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"