મેઘાલયના પાંચ વાર મુખ્યમંત્રી રહેલ દેથવેલ્સન લપાંગે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ

0
10

શિલોંગ,તા.૧૪
૨૦૧૯માં જ્યાં દેશભરમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યાં જ દેશના સૌથી મોટા વિપક્ષી દળ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. મેઘાલયના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ડોનવા દેથવેલ્સન લપાંગે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી ટાણે એક વરિષ્ઠ નેતાના પદત્યાગથી પાર્ટીમાં હોબાળો મચી ગયો હતો.
ગુરૂવારે રાત્રે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલતા લપાંગે પાર્ટીના નેતૃત્વ પર વરિષ્ઠ નેતાઓની દરકાર ન કરવાનો આરોપ મુકયો હતો. મેઘાલય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષે પોતાના નિવૃત્તિપત્રમાં જણાવ્યું હતું કે ” મને લાગે છે કે હવે વરિષ્ઠ અને વૃધ્ધોની સેવા અને યોગદાન પાર્ટીં માટે ઉપયોગી નથી રહ્યુ .” લપાંગે પોતાના રાજીનામાંની જાણકારી મીડિયાને પણ આપી હતી.
લપાંગે જણાવ્યું હતું કે ” અનિચ્છા અને ભારે મનથી આ પગલું ભર્યું છે. પરંતુ પાર્ટીના વલણે મને ખૂબ જ નિરાશ કર્યો હતો અને મને પાર્ટીથી અલગ થવા માટે મજબૂર કર્યો હતો.
લપાંગ પહેલી વાર ૧૯૯૨માં મેઘાલયના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૦૯માં મુખ્યમંત્રી પદે ચૂંટાયા હતા. એઆઇસીસીના મેઘાલય પ્રભારી મહાસચિવ લુઇજિન્હોએ આ બાબતે જણાવ્યું કે વિતેલા ત્રણ વર્ષોમાં તે લપાંગને નથી મળ્યા. એમપીસીસીના અધ્યક્ષ સેલિટિન લિંગ્દોહે લપાંગના રાજીનામાં પર ભારે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ મામલાનું જલ્દીથી સમાધાન થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY