કારખાનેદારે કારીગર ગૌરીશંકર સામે ફરિયાદ નોધાવી
સુરત, તા.૧૪
ટેક્સટાઈલ્સ મશીનરીમાં સ્પેરપાર્ટસ બનાવનાર વેપારીની રિવોલ્વર, કાર્ટિજ ચોરાયાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોધાઈ હતી. પોતાના કારખાનામાં કામ કરતો કારીગર યુવકના આ રિવોલ્વર કાર્ટિજ ચોરી કરી ગયો હતો.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના ગામ ચંદ્રદીપ સોસાયટીમાં રહેતા અને મારૂતિ એન્જિનિયરિંગ નામનું કારખાનું ધરાવતા રસીકભાઈ રવિશંકર મહેતાએ આરોપી કારીગર ગૌરીશંકર બિપતપ્રસાદ રાય ઉ.વ.૧૯ રહે. મારૂતિ એન્જિનિયરિંગ કારખાનામાં મૂળ યુ.પી.નો વતની વિરદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૧-૯-૨૦૧૮ થી તા.૧૨-૯-૨૦૧૮ દરમિયાન આરોપી ગૌરીશંકરે ફરિયાદી રસિક મહેતાની અોફિસમાં કબાટમાંથી રિવોલ્વર, ચાર કાર્ટિઝ મળી રૂ.૫૦,૨૦૦ની મતા ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે ઉધના પોલીસ મથકના પો.સ.ઈ. એચ.કે. દરજીએ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




