રાજપીપલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાનું જાહેર સન્માન .

0
41

 નર્મદા જિલ્લાનમાં રાજપીપલા માં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લારકક્ષાની થયેલી ઉજવણીમાં નર્મદા જિલ્લાી કલેક્ટર આર.એસ. નિનામાએ ધ્વજવંદનના ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રજનો ત્રિરંગો લહેરાવ્યા બાદ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા.માં પ્રચાર-પ્રસારલક્ષી શ્રેષ્ઠ -યશસ્વી કામગીરી કરનાર જિલ્લા માહિતી કચેરીના વડા અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલાની કામગીરી બિરદાવીને જિલ્લા કલેક્ટર નિનામાએ ગાદીવાલાને શાલ ઓઢાડીને પ્રશસ્તિપત્ર એનાયત કરીને તેમનું જાહેર સન્માન કર્યું હતું. વડોદરા શહેર મુસ્લીમ દુધવાલા જમાતમાંથી આવતાં યાકુબભાઇ ગાદીવાલા ૧૯૯૦ માં ગુજરાતના માનનીય રાજ્યપાલના હસ્તે રાજ્ય સરકારનો “શ્રેષ્ઠથ શિક્ષક” નો એવોર્ડ મેળવનાર રજબભાઇ આર. ગાદીવાલાના સુપુત્ર થાય છે.

આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત જિલ્લાિ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, જિલ્લા ના અગ્રણી અને ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ દેસાઇ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ / અધિકારીઓ તેમજ માહિતી અને મિડીયા પરિવાર ઉપરાંત ઉપસ્થિત “ટીમ નર્મદા” ના સૌ મિત્રોએ પણ ગાદીવાલાને અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY