મુંબઈ,તા.૧૪
બોલીવુડમાં એક પછી એક સ્ટાર્સ લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યા છે. બોલીવુડમાં બેચલરની લિસ્ટમાં વરૂણ ધવનનું નામ સૌથી ઉપર સામેલ છે. આવામાં વરૂણનાં ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે તેકયારેક લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને લઇને ચર્ચામાં રહે છે. બંને ઘણીવાર હેંગઆઉટ કરતા, લગ્ન અને પાર્ટીમાં જતા અથવા લંચ ડેટ પર જતા પણ જાવા મળે છે. જા કે વરૂણે કયારેક પોતાના રિલેશનને લઇને જાહેર નથી કર્યું.
જા કે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં વરૂણે સ્વીકાર્યું કે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં પોતાની ‘લેડી લવ’નો ઘણો જ સહયોગ છે. જા કે તેણે એ ના કહ્યુ કે તે રિલેશનશિપમાં છે કે નહીં. પોતાની ફિલ્મ ‘સુઈ ધાગા’નાં પ્રમોશનમાં ગયેલા વરૂણ ધવને પોતાના લગ્નને લઇને કહ્યુ કે, “જ્યારે લગ્ન અને સેટલ ડાઉન થવાનું હું નક્કી કરીશ ત્યારે તમને જરૂર જણાવીશ.”
બોલીવુડમાં અત્યારે પ્રાઇવેટ રીતે સેલેબ્સ લગ્ન કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જાનાસે સગાઈ કરી છે. તો સોનમ કપૂર-આનંદ આહૂજા, નેહા ધૂપિયા-અંગદ બેદીએ પણ લગ્ન કરી લીધા છે, ત્યારે વરૂણનાં ફેન્સ તેના લગ્નની રાહ જાઇ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




