તાપસીએ અનુરાગને ‘મનમર્જિયા”માં ગાળો ન બોલાવવા રિક્વેસ્ટ કરી હતી

0
19

મુંબઈ,તા.૧૫
બિન્દાસ્ત સ્વભાવ અને દમદાર એક્ટિંગ માટે જાણીતી બોલિવૂડ ડિવા તાપસી પન્ન્š હંમેશા ક્લેરિટી ઇચ્છે છે. તે ‘મનમર્જિયા’માં રુમીના કૅરૅક્ટરમાં જાવા મળી રહી છે કે જે બિન્દાસ્ત અને કૂલ છે. પોતાના કૅરૅક્ટર વિશે તાપસીએ કેટલીક મજેદાર વાતો કહી હતી. રુમીના કૅરૅક્ટરને કોમન ગર્લ્સથી થોડું અલગ રજૂ કરાયું છે. એના વિશે તાપસી કહે છે કે, ‘આ વર્ષે ‘વીરે દી વેડિંગ’ની સક્સેસે પુરવાર કર્યું છે કે, લોકો આ પ્રકારના વિમેન કૅરૅક્ટર્સને પસંદ કરે છે. મને હિન્દીમાં ગાળો બોલવા સામે વાંધો છે. હું હજી ઇંગ્લિશમાં ગાળ આપી શકું. જાકે, દિલ્હીની પંજાબી ગર્લ હોવા છતાં હું હિન્દીમાં ગાળ ન આપી શકું. એટલા માટે જ મારે અનુરાગ સરને કહેવું પડ્યું હતું કે, ‘તમારી ફિલ્મમાં મારા ડાયલોગ્ઝમાં ગાળો ન રાખતા. કેમ કે, એવામાં હું સ્ક્રીન પર નેચરલ નહીં લાગું.
પોતાના કૅરૅક્ટર વિશે તાપસી કહે છે કે, ‘આમ તો રુમીને ફિલ્મમાં ગાળ આપવાની જરૂર જ પડતી નથી, પરંતુ તેના એક્સપ્રેશન્સ તમને ખૂબ એગ્રેસિવ લાગશે. એના માટે ખૂબ મહેનત કરવી પડી છે.
પોતાના રોલ વિશે તાપસી કહે છે કે, ‘પહેલાં મહિલાઓના મોઢેથી આવા ડાયલોગ્ઝ બોલાય તો લોકો એને સ્વીકારતા નહોતા, પરંતુ હવે એવી સ્થિતિ રહી નથી. આજથી દસથી બાર વર્ષ પહેલાં જા રુમી તમારી સમક્ષ હોત તો કદાચ એને સ્વીકારવામાં તમને પ્રોબ્લેમ્સ થાત, પરંતુ હવે એવાં કૅરૅક્ટર્સને ફિલ્મની સાથે સોસાયટીમાં પણ સ્વીકારવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY