કંગના દ્વારા સતત હસ્તક્ષેપ છે સોનુ સાથેના લડાઈનું કારણ

0
17

મુંબઈ,તા.૧૫
સોનુએ ડિરેક્ટર ક્રિષ સાથેની નિકટતાનો લાભ લઈને તેનો રોલ લંબાવ્યો હતો કે જે કંગના કાપી નાંખવા માગતી હતી. એવી પણ ચર્ચા થવા લાગી હતી કે, કંગના દ્વારા સતત હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાના લીધે તેમની બંનેની વચ્ચે પહેલાંથી જ લડાઈ તો થતી જ રહેતી હતી, પરંતુ બાદમાં આ એક્ટ્રેસે આ ફિલ્મની ડિરેક્ટર તરીકેની કામગીરી સંભાળ્યા બાદ બંને વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી હતી.
આ ફિલ્મના સેટ્‌સ પરથી એક સોર્સે કહ્યુ હતું કે, ડિરેક્ટર ક્રિષ સાથેની નિકટતાના કારણે સોનુનો રોલ વધારે પાવરફુલ બનાવવામાં આવ્યો હતો. જે કંગનાને બિલકુલ પસંદ નહોતું. કંગના જ્યારે ડિરેક્ટર બની ત્યારે તેણે એ બધું જ બદલી નાંખવાનું નક્કી કર્યું હતું કે જેનાથી તેને પ્રોબ્લેમ હતો. જેનો અર્થ એ થયો કે, સોનુના રોલમાં જે બિનજરૂરી ઉમેરો કરવામાં આવ્યો હતો એને દૂર કરવો. જેના લીધે આખરે સોનુ આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો. ઓરિજિનલ Âસ્ક્રપ્ટ અનુસાર ફિલ્મ લગભગ અડધી પૂરી થાય ત્યાં સુધીમાં સોનુના કૅરૅક્ટરનું નિધન થવાનું હતું, પરંતુ તેણે ફિલ્મમાં તેના કૅરૅક્ટરનું સેકન્ડ હાફમાં મોડેથી નિધન થાય એ રીતે ફેરફારો કરાવ્યા હતા.
શરૂઆતમાં કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, સોનુએ એક મહિલા ડિરેક્ટરના હાથ નીચે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને એના લીધે જ તેણે ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મ છોડી દીધી હતી. જાકે, સોનુએ બાદમાં આ વાત ફગાવી દીધી હતી અને તેણે કહ્યુ હતું કે, જા તેને કોઈ મહિલા ડિરેક્ટરના હાથ નીચે કામ કરવું જ ન હોત તો તેણે ‘હેપ્પી ન્યૂ યર’ ન કરી હોત કે જેને ફરાહ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY