કાર્યશાળામાં બાળાઓને સઘન પ્રશિક્ષણ અપાયું
સુરત, તા.૧૦
એનટીપીસી કવાસ પરિયોજનામાં સીએસઆરકે અંતર્ગત ૧૩મી મેના રોજ શરૂ થયેલ બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળા ૨૦૧૯નું ૮મી જૂન, ૨૦૧૯ના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળાના સમાપન કાર્યક્રમના મુખ્ય અતિથિના રૂપમાં દેબાશીષ દાસ, મહાપ્રબંધક ઉપસ્થિત હતા.
એનટીપીસી કવાસ સીએસ આર.કે. અંતર્ગત આસપાસના ગામોની સરકારી પ્રાથમિક શાળાની બાલિકાઅોનું સશક્તિકરણ કરવાના હેતુ ૧૩મી મેથી ૮મી જૂન ૨૦૧૯ સુધી નિવાસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા મેમોરા, દામકા અને જૂના ગામની સરકારી પ્રાથમિક શાળાની બાલિકાઓએ ભાગ લીધો હતો. કાર્યશાળામાં બેઅર ફૂટ કોલેજ, એનજીઓ દ્વારા બાલિકાઓને બૌદ્ધિક વિકાસ અને કલા ગુણોને નિખારવાના હેતુસર વિવિધ માધ્યમ દ્વારા પ્રશિક્ષિત કરી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં આવી. આ કાર્યશાળા દરમ્યાન બાલિકાઓને કમ્પ્યૂટર વર્ગો, યોગ, નૃત્ય અને સંગીતના વર્ગો નકામી ચીજામાંથી આર્ટ અને ક્રાફ્ટ બનાવવાની કલા અગ્નિ, સુરક્ષા, સ્વ સુરક્ષા વગેરેનું પ્રશિક્ષણ આપી બાલિકાઓને પ્રશિક્ષિત કરવામાં આવી હતી.
બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળા ૨૦૧૯ના સમાપન સમારોહમાં બાલિકાઓ દ્વારા પોતાની પ્રતિભાને ઉભારતા લેડિઝ ક્લબની મહિલાઓના સહયોગથી એેનટીપીસી કવાસના રજત જયંતી ઓડિટોરિયમમાં નૃત્ય નાટિકા, સ્વરક્ષા તથા પ્રશિક્ષણ કાર્યશાળામાં શીખવવામાં આવેલ અન્ય હુનરને તેઓએ નૃત્ય અને નાટિકાના માધ્યમથી પ્રસ્તુત કર્યુ હતું. સમાપન કાર્યક્રમ દરમ્યાન બાલિકા સશક્તિકરણ અભિયાન કાર્યશાળા દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ કાગળના ક્રાસ્ટ, ચિત્રકલા, હસ્તકલા, નકામી ચીજામાંથી બનાવવામાં આવેલ આર્ટ વગેરેનુંં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાપ્રબંધકે આ બધી પ્રવૃત્તિઅોની પ્રશંસા કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



