કોલકાત્તા,તા.૧૬
પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં શનિવારે સૈન્યના ઇન્ટેલીજન્સ અધિકારી અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સહિત પાંચ ગણવેશધારી સુરક્ષા કર્મીઓની ભૂતાનમાંથી સોનાની દાણચોરીના કહેવાતા આક્ષેપ બદલ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ ધરપકડ થઈ છે તેમાં હાસીરામ આર્મી કેમ્પના લેફ.કર્નલ પવન બ્રહ્મા અને જયગાંવ સબ ડિવિઝનલ પોલીસ અધિકારી અનિરૃદ્ધ ઠાકુરનો પણ સમાવેશ થાય છે.
ભૂતાનથી દાણચોરીના માર્ગે એક વાહનમાં આવેલા ૧૫ કીલો દાણચોરીનું સોનું પડાવી લીધાના કિસ્સામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ તેમણે હાસિમારા વિસ્તારમાં આ વાહન આંતર્યું હતું. પાંચેય સામે આઈપીસીની કલમ ૨૦૨,૨૧૩ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. સરહદી વિસ્તારમાં થઈ રહેલી દાણચોરી અંગે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ નારાજગી જાહેર કર્યા પછી તે પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલાં ડીઆરઆઈએ હલદીયા બારા ખાતેથી મુંબઈના બે શખસોની ઇન્ડોનેશિયાની મૂળ બનાવટની સિગારેટની દુબઈથી દાણચોરી થતી હોવાના કિસ્સામાં ધરપકડ કરી હતી. રૃપિયા ૨ કરોડની કિંમતના આ કન્સાઈમેન્ટમાં રૃપિયા ૧.૩૭ કરોડની જકાત ચોરી સંડોવાયેલી હતી. દુબઈથી હલ્દીયા આવી પહોંચેલા કન્ટેનરમાં ટીસ્યુ પેપર હોવાનું જાહેર થયેલું હતું પરંતુ હકીકતે તેમાં દાણચોરીની વિદેશી બનાવટની સિગારેટનો જથ્થો ભરેલો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





