દમાસ્કસ,તા.૧૭
સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રણ વાળા વિસ્તારોમાં ગતરોજ યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદ સામે વર્ષ ૨૦૧૧માં બળવો થયા બાદ પ્રથમ વખત અહીં સ્થાનિક ચૂંટણીઓ યોજવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, ગત સાત વર્ષ દરમિયાન સીરિયામાં થયેલા ઘર્ષણમાં આશરે ૩.૬ લાખ લોકોએ તેમનું જીવન ગુમાવ્યું છે અને લાખો લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અને સીરિયાની અર્થવ્યવસ્થા પણ કથળી ગઈ છે.
હવે સીરિયાના સૈનિકોએ દેશના લગભગ બે તૃતીયાંશ ભાગ પર ફરીવાર નિયંત્રણ મેળવી લીધું છે. સીરિયાની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર સરકારી અંકુશવાળા વિસ્તારોમાં સવારે સાત કલાકે મતદાન મથક ખોલવામાં આવ્યા હતા. જે ૧૨ કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મતદાન માટે મોટી સંખ્યામાં લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તેમાં ૫ કલાક વધારવમાં આવી શકે છે.
સીરિયાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ચૂંટણીમાં સ્થાનિક પ્રશાસનિક પરિષદની ૧૮ હજાર ૪૭૮ બેઠક ઉપર ૪૦ હજારથી વધુ ઉમેદવાર ચૂંટણીમાં તેમનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. જાકે, રાષ્ટ્રપતિની ચૂંટણી અથવા સંસદીય ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાન મથક સુધી ઓછા લોકો જાવા મળ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





