આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્ર્નોના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેકટર રાવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.આવેદનપત્ર માં જણાવ્યાં મુજબ ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ થી જે.પી.કોલેજ રોડ ઉપર નવો બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે અને તેનો છેવાડાનો બ્રિજ જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા એમ.કે કોમર્સ કોલેજના ગેટ નજીક પૂરો થઈ રહ્યો છે.
જેથી ત્યાંથી મોટા વાહનો બ્રિજ ઉપર થી ઝડપથી નીચે ઉતરશે જેનાથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અકસ્માત થવાની ખુબજ શક્યતાઓ રહેલી હોય તથા કોલેજની આગળ ભોલાવ રેસ્ટ હાઉસની બાજુમાં ભૃગુઋષિ ઓવરબ્રિજ કાર્યરત છે.તેના ભારે ભારે ટ્રાફિકને કારણે પણ ત્યાં વારંવાર અકસ્માતો થાય છે.તથા મેઈન રસ્તો ક્રોસ કરતા વાહન ચાલકોને ઘણીજ તકલીફોનો સામનો કરવો પડે છે જેથી નવા બનનાર ઓવરબ્રિજને ભોલાવ રેસ્ટ હાઉસ થી આગળ સુધી લઈ જવાની માંગ કરવામાં આવી છે.

આ સાથે નેશનલ હાઈવે નંબર ૮ નર્મદા ચોકડી થી દહેજ જતા રોડ ઉપર થી ભારદારી વાહનોની મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય છે.જેથી શ્રવણ ચોકડી પાસે પણ અવારનવાર અકસ્માતો થતા રહે છે અને આજુબાજુ ઘણીજ શૈક્ષણિક સંકુલો,ટ્યુશન કલાસો, બાળ મંદિરો, અને સોસાયટીઓ આવેલી હોય અને દહેજ માં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને લેવા મુકવા મોટા વાહનો પણ અવર જવર કરતા હોય રાહદારી લોકોને અકસ્માતનો કાયમી ભય રહે છે.જેથી વહેલી તકે શ્રવણ ચોકડી પર પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતો અટકી જશે.જો દિન ૧૦ માં આ અંગે કોઈ હરાત્મક નિરાકરણ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્રારા પ્રતીક ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






