જોધપુર,તા.૧૭
રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે કાળા હરણના શિકારના કેસમાં બોલીવૂડ કલાકારો સૈફ અલી ખાન, નીલમ કોઠારી, સોનાલી બેન્દ્રે અને તબુને નિર્દોષ છોડવાના નીચલી અદાલતના ચુકાદાને તે હાઈકોર્ટમાં પડકારશે.
રાજસ્થાન સરકારનો આ નિર્ણય ઉક્ત કલાકારોને નિર્દોષ છોડતા ચુકાદાને પાંચ મહિના થઈ ગયા બાદ આવ્યો છે. ૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન જાધપુરના જંગલમાં કાળિયારની હત્યા કરવાને લગતા આ કેસમાં સલમાન ખાનને અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને એને પાંચ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે.
નીચલી અદાલતે તે છતાં સલમાનના સહ-કલાકારો – સૈફ, નીલમ, સોનાલી અને તબુ તથા જાધપુરના રહેવાસી દુષ્યંત સિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




