મુંબઈ,તા.૧૭
મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યુ હતું કે આજે ઓડિયન્સ સમક્ષ ઘણા વિકલ્પો હાજર હોવાથી અગાઉની તુલનાએ આજનું ઓડિયન્સ ઘણું બદલાયું છે.
‘હવે લોકો માત્ર ગ્લેમર કે મસાલા ફિલ્મોથી સંતુષ્ટ થતા નથી એટલે તો ટોચના કલાકારોએ પણ હવે ઓફ્ફ બીટ કે આર્ટ ફિલ્મ ગણાતા વિષયો તરફ ધ્યાન આપવા માંડયું છે. પ્રથમ પંક્તિના કલાકારો અને અગાઉ ફક્ત કમર્શિયલ- મસાલા ફિલ્મો કરતા કલાકારો હવે બિનપરંપરાગત ફિલ્મો કરતા થયા છે.
એ દેખાડે છે કે હવે ઓડિયન્સ હોતી હૈ ચલતી હૈ જેવી ફિલ્મોથી ખુશ થવાના નથી. લોકો સારી કથા અને સારા માહૌલને સ્વીકારતા થયા છે. સફળતાની વ્યાખ્યા હવે બદલવી પડે એવી પરિસ્થિતિ છે ‘ એમ અનુષ્કાએ કહ્યું હતું.
ખુદ અનુષ્કા પણ હાલ એક બિનપરંપરાગત અને નોનગ્લેમરસ ફિલ્મ સુઇ ધાગા -મેડ ઇન ઇન્ડિયા કરી ચૂકી છે. યશ રાજની આ ફિલ્મમાં વરુણ ધવને નાનકડા નગરના દરજીનો અને અનુષ્કાએ ભરતગૂંથણ દ્વારા પોતાની આજીવિકા મેળવતી મહિલાનો રોલ કર્યો છે.
એણે ઉમેર્યું કે ઓડિયન્સને હવે વાસ્તવિક લાગે એવી કથાઓ ગમતી થઇ છે. માત્ર ગ્લેમર કે મસાલો હવે ફિલ્મને હિટ બનાવી શકતા નથી એ હકીકત સ્વીકાર્યે છૂટકો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





