મુંબઈ,તા.૧૮
પ્રથમ પંક્તિના કલાકારોમાં ગણાતા અભિનેતા રણબીર કપૂરે કહ્યુ હતું કે હું તો એક એવરેજ (સાધારણ કે સરેરાશ) અભિનેતા છું અને માણસ તરીકે તો બિલો એવરેજ છું.
હાલ ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહેલા રણબીર કપૂરે પોતાની અગિયાર વર્ષની કારકિર્દીમાં સતત ચડાવ ઉતાર જાયા છે. એની છેલ્લી થોડીક ફિલ્મો ફ્લોપ નીવડી હતી. એવી ફિલ્મોમાં બોમ્બે વેલ્વેટ અને જગ્ગા જાસૂસનો સમાવેશ થયો હતો.
જા કે રાજકુમાર હીરાણીની સંજય દત્તની બાયો ફિલ્મ સંજુએ એની અગાઉની મોટા ભાગની નિષ્ફળતાને ધોઇ નાખી હતી. ઔએણે મ હતું કે મને સફળતા કરતાં નિષ્ફળતાએ વધુ બોધપાઠ શીખવ્યો છે.
‘સફળતામાં કશું કરવાનું હોતું નથી. બહુ બહુ તો તમે રાજી થાવ. સફળતા કશું શીખવતી નથી. નિષ્ફળતા ઘણું શીખવે છે. એનું કારણ સ્પષ્ટ છે. નિષ્ફળતા તમારી અગાઉની તમામ સફળતાને એક ક્ષણમાં ધોઇ નાખે છે. તમે સ્વસ્થ રહી શકતા નથી. સફળતા જીરવવાની જરાય અઘરી નથી પરંતુ નિષ્ફળતા જીરવવી ખૂબ અઘરી છે. નિષ્ફળતા તમને જારદાર લપડાક ફટકારી દે છે’ એમ રણબીર કપૂરે કહ્યુ હતું.
તેણે ઉમેર્યું હતું કે મને કોઇ વાતનો અફસોસ નથી. હું જે કંઇ શીખ્યો છું એ મારી નિષ્ફળતામાંથી શીખ્યો છું.
નિષ્ફળ થાઓ ત્યારે તમારો પરિવાર, તમારા દોસ્તો અને અન્યો સપોર્ટ કરે તો તમે ટકી જાઓ છો. એવું ન બને તો વ્યકિત ડિપ્રેસ થઇ જાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




