મુંબઈ,તા.૧૮
આગેવાન અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યુ હતું કે દર્શકોને મારી ફિલ્મો જાતી વખતે પોતાપણું લાગે એવી મારી ઇચ્છા છે. દર્શક ફિલ્મ સાથે માનસિક રીતે ઓતપ્રોત થાય એવું હું ઇચ્છું છું.
‘ફિલ્મ હિટ નીવડી કે ફ્લોપ એનો બહુ મોટો મહિમા નથી. હકીકતમાં દર્શકને ફિલ્મ જાતી વખતે પોતાપણું લાગે એ મહત્વનું છે. તાજેતરમાં એની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ સ્ત્રી બોક્સ આૅફિસ પર હિટ નીવડી હતી એટલે એને થોડી નિરાંતનો અનુભવ થયો હતો. એણે અન્ય મોખરાના અભિનેતા શાહિદ કપૂર સાથે શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ પણ કરી છે જે રજૂઆતને આરે છે.
શ્રદ્ધાની છેલ્લી બે ત્રણ ફિલ્મો બોક્સ આૅફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી એટલે સ્વાભાવિક રીતેજ એ અપસેટ રહેતી હતી. સ્ત્રી સફળ થતાં એને એક પ્રકારનો હાશકારો થયો હતો.
એણે કહ્યુ ‘એ વાત સાચી કે મને એક પ્રકારનો હાશકારો થયો છે. પરંતુ હું કદી બોક્સ આૅફિસના આંકડાને મહત્વ આપવામાં માનતી નહોતી એટલે સ્ત્રી ફિલ્મની બોક્સ આૅફિસની સફળતાથી મને પણ નવાઇ લાગી છે. મારી ઇચ્છા એવી ખરી કે મારી ફિલ્મો લોકોને ગમે અને લોકો એની સાથે લાગણીથી જાડાય. દર્શકને પોતાપણું લાગે તો એ મારી દ્રષ્ટિએ વધુ મહત્વનું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




