મુંબઈ,તા.૨૦
સિનિયર ફિલ્મ સર્જક ડેવિડ ધવને કહ્યુ હતું કે કોઇ પણ વ્યાવસાયી અભિનેતા માટે માત્ર કલાત્મક ફિલ્મો પૂરતી નથી. બોક્સ આૅફિસના આંકડા પણ મહત્વના છે.
આ વર્ષના આરંભે વરુણને નોન-ગ્લેમરસ રોલમાં રજૂ કરતી શૂજિત સરકારની ઓક્ટોબર ફિલ્મ રજૂ થઇ હતી. હવે શરત કટારિયાની સુઇ ધાગા રજૂ થવાની છે. હાલ એનુ પ્રમોશન ચાલી રહ્યુ છે.
અગાઉના દાયકાઓમાં ગોવિંદા જેવા અભિનેતા સાથે સતત પંદર સુપરહિટ ફિલ્મો આપનારા સર્જક એવા ડેવિડ ધવને કહ્યુ કે કલાકારના સંતોષ માટે નોન-ગ્લેમરસ રોલ કરે એ અલગ વાત છે. પરંતુ કારકિર્દીને સ્ટેડી રાખવા માટે બોક્સ આૅફિસના આંકડા વધુ મહ¥વના છે. માત્ર કલાના સંતોષથી કારકિર્દી લાંબો સમય ચાલતી કે ટકતી નથી. વરુણે વહેલા મોડા ફરી ગ્લેરમસ રોલ કરવા પડશે.
ડેવિડે કહ્યુ કે મારા પુત્રે કરેલી ઓક્ટોબર અને સુઇ ધાગા જેવી ફિલ્મો માટે મને ગૌરવ છે. પરંતુ મને કહેવા દો કે જુડવા ટુ જેવી કમર્શિયલી હિટ ફિલ્મો કરવી એટલા જ મહ¥વની છે.
કારકિર્દીને સ્ટેડી રાખવા અને લાંબો સમય ટકી રહેવા ગ્લેમરસ રોલ્સ પણ જરૃરી છે. કમર્શિયલી સફળ અભિનેતા જ નોન-ગ્લેમરસ રોલ્સ કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





