અમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિ : પેન

0
60

સિડની,તા.૨
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યુ કે, તેની ટીમ ભારત વિરુદ્ધ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવવાની આશંકાથી પરેશાન નથી અને અહીં ચોથી ટેસ્ટમાં તેનું ધ્યાન ટક્કર આપવા પર હશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત કિયારેય ટેસ્ટ સિરીઝ જીતી શકિયું નથી પરંતુ હાલની સિરીઝમાં પ્રવાસી ટીમ ૨-૧થી આગળ છે અને ઈતિહાસ રચવા માટે ગુરૂવારથી શરૂ થઈ રહેલા ટેસ્ટમાં વિરાટની ટીમને યજમાન વિરુદ્ધ માત્ર ડ્રોની જરૂર છે. પેને મેચ પૂર્વે પત્રકાર પરિષદમાં સ્વીકાર કર્યો, મારૂ ધ્યાન તેના પર છે કે, અમે અમારા પ્રદર્શનમાં સુધારો કરીએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ. અમે ગમે તે ટેસ્ટ રમ્યા તેમાં જીતવા ઈચ્છતા હતા. કિયારેક-કિયારેક આમ કરવું સંભવ થતું નથી. અમે અત્યારે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ વિરુદ્ધ રમી રહ્યાં છીએ જે સારૂ પ્રદર્શન કરી રહી છે.
ઓસ્ટ્રેલિયાએ મોલબોર્નમાં ત્રીજી ટેસ્ટમાં ૧૩૭ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યુ, મેં સિરીઝ ગુમાવવા વિશે વધુ વિચાર્યું નથી. અલગ-અલગ ખેલાડીઓ પ્રેરણા માટે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરે છે. મારી પ્રેરણા તે નક્કી કરવાની છે કે, અમારા પ્રદર્શનમાં સુધારો થાય, અમે ટક્કર આપી શકીએ. પેને કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાનો અનુભવ વગરનો બેટિંગ ક્રમ મેલબોર્નમાં નિષ્ફળ રહ્યો પરંતુ ધીરે ધીરે ખેલાડીઓ ભૂલમાંથી શીખી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાનો કોઈપણ બેટ્‌સમેન આ સિરીઝમાં સદી ફટકારી શકિયો નથી અને કેપ્ટનને આશા છે કે અંતિમ મેચમાં ટીમ તેની ભરપાઈ કરશે.
ટિમ પેને કહ્યુ, મેં પહેલા પણ કહ્યુ હતું કે, અમે સતત કામ કરી રહ્યાં છીએ. મને લાગે છે કે, અમે સારૂ કરવાના સંકેત આપી રહ્યાં છીએ. પેને કહ્યુ, મને લાગે છે કે, છેલ્લી ટેસ્ટમાં અમારા બેટ્‌સમેનોએ સારૂ પ્રદર્શન ન કર્યું પરંતુ ઘણા ખેલાડીઓએ સારી શરૂઆત કરી જે દર્શાવે છે કે અમે આ સ્તર પર સફળ થઈ શકીએ. તેથી આ ટેસ્ટમાં અમારૂ મુખ્ય ધ્યાન બેટિંગ પર હશે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરનો પ્રતિબંધ માર્ચમાં પૂરો થઈ રહ્યો છે. કેપ્ટન પેને સીધો તેનો ઉલ્લેખ ન કર્યો પરંતુ ટીમમાં અનુભવની વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY