ન્યુ દિલ્હી,તા.૨૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ તલાકના વટહુકમને મંજૂરી આપી છે. બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તાક્ષર બાદ સરકારને ત્રણ તાલક બિલને ૬ મહિનામાં પાસ કરાવવાનું રહેશે.
સરકારે લોકસભાની ચૂંટણી પહેલા બુધવારે છેલ્લા બે સત્રથી રાજ્યસભામાં અટવાયેલા ત્રણ તલાક બિલના વટહુકમને મંજૂરી આપી છે. મોદી સરકાર ત્રણ તલાક બિલ મામલે આક્રમક રહી છે. સંસદમા બિલ રજૂ કરવામાં આવ્યા બાદ બિલનો વિરોધ કરવામાં આવતા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે.
બિલમાં કરવામાં આ વેલા સંશોધન બાદ પણ રાજ્યસભામાં બિલ અટવાયેલુ છે. લોકસભામાં બિલને પહેલાથી મંજૂરી મળી છે. બિલને બજેટ અને ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. વિપક્ષી પાર્ટીના વિરોધના કારણે રાજ્યસભામા બિલ પાસ થયું નથી. ભાજપે બિલને કોંગ્રેસ દ્વારા અટકાવવામાં આવ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



