માર મારી પેન્ટ ઉતારવા કહ્યુ!!! એચએલ કાલેજના વિદ્યાર્થીએ રેગિંગના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

0
51

અમદાવાદ,તા.૨૨
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગનો બનાવ સામે આવ્યો છે. રેગિંગના ત્રાસથી કંટાળી ગઇ કાલે વિદ્યાર્થીએ કોલેજના બાથરૂમમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અને તેના સાથીઓએ મળી વિદ્યાર્થીને તેમની સામે જાહેરમાં ડાન્સ કરવા અને પેન્ટ ઉતારવા માટે ફરજ પાડી હતી. છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરતાં વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસમાં ફરિયાદ કરતાં ચારેય વિદ્યાર્થીઓએ તેને બોલાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીને હાલમાં સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો છે અને ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ મારમારી, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી બી ડિવિઝન એસીપીએ તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે કોલેજમાં યુવતીઓ સાથે છેડતીના બનાવો બનતા હોય છે અને કેટલાક રેગિંગના બનાવ બનતા હોય છે, પરંતુ ક્્યારેક કોલેજના સત્તાધીશો દ્વારા આવા બનાવોને દબાવી દેવામાં આવે છે. ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ ડરના કારણે ફરિયાદ નથી કરતા.
આવા રેગિંગ કરતા વિદ્યાર્થીઓના કારણે ક્યારેક મોટી ઘટના બનતી હોય છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી એચ.એલ. કોમર્સ કોલેજમાં રેગિંગથી કંટાળીને એક વિદ્યાર્થીએ ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY