ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલનો અકસ્માત થાય તો હું ૩ લાખ આપીશ’

0
65

ગાંધીનગર,તા.૨૨
રાજ્યના નાયબ સીએમ નીતિન પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી. તેનાથી હાલ સોશિયલ મીડિયામાં ખેડૂતોએ ભારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હાલ એક ખેડૂતે નીતિન પટેલની ખેડૂતલક્ષી જાહેરાત સામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે, અને તે ખેડૂતે જાહેરાત કરી છે કે, ડે.મુખ્યમંત્રી નીતિન પટેલનો અકસ્માત થાય તો હું ૩ લાખ આપીશ.
ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, આવી લલચામણી જાહેરાતો કરી ખેડૂતોને ભ્રમિત ના કરો, ખેડૂતોને જીવવા દો, અમારે કોઈ જાહેરાતોની જરૂર નથી. આ સિવાય આ જાગૃત ખેડૂતે સરકારની તમામ યોજનાઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમાં સત્યતા ઉજાગર કરી છે.
તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને મળતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમે એક જાહેરાત કરીને કહ્યુ કે, જે ખેડૂત અકસ્માતમાં મૃત્યુ થતા ખેડુતોને ૧ લાખ રૂપિયાની જગ્યાએ ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને ૫૦ હજારની જગ્યાએ ૧ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY