ન્યુ દિલ્હી,તા.૨૨
ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રકારની સુવિધાની શરૂઆત કરી છે. જા તમારા બેન્ક ખાતામાં પૈસા નથી અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ પણ નથી તો પણ તમે ઓનલાઈન કે ઓફલાઈન મર્ચંટને પેમેન્ટ કરી શકો છો. બેન્કે તેના માટે પે લેટર અકાઉન્ટ લોન્ચ કર્યુ છે. આઈસીઆઈસીઆઈ પે લેટર અકાઉન્ટ દ્વારા ઘણા બધા વેપારીઓને પેમેન્ટ કરી શકો છો. બેન્કની આ નવી સર્વિસ ક્રેડિટ કાર્ડ જેવી જ છે.
પે લેટર અકાઉન્ટ એક ડિજિટલ પ્રોડક્ટ છે જ્યા તમે પહેલા ખર્ચ કરો છો અને પછી બેન્કને પેમેન્ટ કરો છો. બેન્કના જણાવ્યા અનુસાર આ સર્વિસ ઈનવાઈટ ઓનલી બેઈઝ પર મળી રહી છે. તમે આઈમોબાઈલ, પોકેટસ વોલેટ કે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ સર્વિસને એકિતવેટ કરી શકો છો. આ ખાતુ એકિટવેટ થતા જ તમને એક યુપીઆઈ આઈડી મળી જાય છે. આ આઈડી દ્વારા તમે ઓનલાઈન કે ઓફલાઈન વેપારીને પેમેન્ટ કરી શકો છો.
પે લેટર અકાઉન્ટના માધ્યમાથી તમે ક્રેડિટકાર્ડના બિલનું પેમેન્ટ કે પર્સન ટૂ પર્સન ફંડ ટ્રાન્સફર ન કરી શકો. આ અકાઉન્ટ દ્વારા તે વેપારીને જ પેમેન્ટ કરી શકાય છે જે યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ સ્વીકાર કરે છે. આઈસીઆઈસીઆઈ પે લેટર અકાઉન્ટ પહેલા આ પ્રકારની સુવિધા ઈપેલેટટર નામના સ્ટાર્ટપ આઈડીએફસી બેન્કની સાથે મળીને શરૂ કરી ચુકી છે.
આઈસીઆઈસીઆઈ પે લેટર અકાઉન્ટના માધ્યમથી તે બધા વેપારીઓને પેમેન્ટ કરી શકાય છે જે યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ સ્વિકારે છે જ્યારે ઈપેલેટર દ્વારા સિલેક્ટેડ વેપારીઓને પેમેન્ટ કરી શકાય છે. જા કે ઈપેલેટર અકાઉન્ટ કોઈ પણ બેન્કના ગ્રાહકો એકિટવેટ કરી શકે છે જ્યારે આઈસીઆઈસીઆઈ પે લેટર અકાઉન્ટની સુવિધા માત્ર આઈસીઆઈસીઆઈના કસ્ટમરને મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



