ન્યુ દિલ્હી,તા.૨૨
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આયોધ્યામાં રામ મંદિરના નિમાર્ણનો મુદ્દો છેડતા શિવસેનાએ આ વાત પકડી લીધી છે અને સાથી પક્ષ ભાજપ પર દબાણ લાવવાનો તેમને એક વધારે મોકો મળી ગયો છે. ભાગવતની માગને સમર્થન આપતા સેનાએ સવાલ પણ કર્યો હતો કે રાજકારણીઓ પણ આમ માને છે કે નહી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર હુમલો કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આવતા ૫૦ વર્ષ માટે દેશ પર રાજ કરવાની વાત કરે છે, પરંતુ રામ મંદિર અને આટિર્કલ ૩૭૦ અંગે વાત કરતા નથી. શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકારને રામ મંદિરના મુદ્દાને ગંભીરતાપૂર્વક લેવાની સલાહ પણ આપી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રામ મંદિરના મુદ્દાને માત્ર ચૂંટણીનાં વચન તરીકે જ જાવામાં આવે છે અને આથી હિન્દુત્વની હાંસી ઊડાવવાનો વિષય બની ગયો છે. ભાગવતે રામ મંદિર બનાવવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો ત્યારે સેનાએ પૂછ્યું હતું કે તેમણે જે ભાવના વ્યક્ત કરી તેનો એક અંશ માત્ર પણ રાજકારણીઓમાં છે કે નહી. સેનાએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને તેમ જ સૈનિકોની શહાદતને ટાંકીને ભારતનું આ જ ભવિષ્ય છે, તેવો સવાલ પણ પૂછ્યો હતો.
ભાગવતના ભાષણ બાદ સેનાએ રામ મંદિરનો મુદ્દો ફરીથી ઉઠાવ્યો છે. ભગવા પક્ષ અને હિન્દુવાદી ચહેરા તરીકે શિવસેના ફરી ઊભરવાની કોશિશ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



