સ્કિ્યોરિટી ગાર્ડની સતકર્તાને કારણે તસ્કર ટોળકી પકડાઇ ગઇ કૌભાંડી નિરવ મોદીની સુરત ઓફિસમાં ચોરી કરવા ગયેલી ગેંગ પકડાઇ

0
354

સુરત,તા.૨૨
પંજાબ નેશનલ બેંક સાથે કરોડોનું કૌભાંડ કરીને વિદેશ ફરાર થઇ ગયેલા નિરવ મોદીની સુરત એસઇઝેડમાં આવેલી ડાયમંડ કંપનીમાં તસ્કર ટોળકી ચોરી કરવા ઘુસી હતી પણ સિક્્યોરીટી ગાર્ડની નજર પડતા ચોરો પકડાઇ ગયા હતા અને તેમને સચીન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. ચોરી કરનાર ગેંગ મુંબઇની હોવાનું જાણવા મળ્યું છે.
સચીન જીઆઈડીસી સ્પેશિયલ ઇકોનોમી ઝોન (સેઈઝ) (ડાયમંડ પાર્ક)માં પ્લોટ નં-૧૭થી ૨૦ માં ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લિ કંપની આવેલી છે. શુક્રવારે મોડી રાત્રે તસ્કરોએ ફાયર સ્ટાર ડાયમંડ કંપનીને નિશાન બનાવી હતી. કંપનીના કમ્પાઉન્ડની મુખ્ય રેલિંગ કૂદીને તસ્કરો અંદર ઘૂસી બીજા ગેટનું હેન્ડલ તોડી ચોરી કરે તે પહેલા સિક્્યુરિટી ગાર્ડ દ્વારા ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. . પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ રણજીત રોહીતદાસ વાઘમારે (ઉ.વ.૩૫.રહે, અંધેરી ઈસ્ટ મહેશ્વરીનગર મુંબઈ), રાજેશ પ્રેમસિંગ ચૌહાણ (ઉ.વ.૩૦.રહે, સુભાષનગર ગંગાચાલ અંધેરી મુંબઈ), અબુબકર ડાયમલ હોક (ઉ.વ.૨૭.રહે, સુભાષનગર ગંગાચાલ અંધેરી), સંદીપ રાજકુમાર સિંહ (ઉ.વ.૨૫.રહે, સુભાષનગર અંધેરી મુંબઈ) અને સુભાષ દુલાલ અધિકારી (ઉ.વ.૨૫.રહે, સુભાષનગર અંધેરી મુંબઈ) ચોરી કરવા ઘૂસ્યા હતા.
ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ કંપની દેશમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા પીઍનબી કૌભાંડના માસ્ટર માઈન્ડ નિરવ મોદીની કંપની છે અને કંપનીને ફેબ્રુઆરી ૨૦૧૭માં ઈડીના અધિકારી દ્વારા સીલ મારવામાં આવ્યું છે. ત્યારથી આ કંપની બંધ હાલતમાં પડેલી છે. બનાવ અંગે પોલીસે દિનેશ ઈન્દ્રજીત સિંગ (રહે,શાલીગ્રામ હાઈટ્‌સ વીઆઈપી રોડ અલથાણ)ની ફરિયાદ લઈ ટોળકીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY