વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં ચીનની ઐતિહાસિક અનૌપતારિક યાત્રા કરીને સંબંધ સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા. જા કે ચીનના વલણમાં હજુ કોઇ સુધારો દેખાતો નથી. ત્રાસવાદના મુદ્દે તેનુ વલણ હમેંશા ચિંતાજનક રહ્યુ છે. ચીન સાથે સંબંધોને સામાન્ય કરવાના તમામ પ્રયાસો ભારત દ્વારા હમેંશા થતા રહ્યા છે પરંતુ ચીને હમેંશા ભારતના જુદા જુદા પગલા આડે અડચણો ઉભી કરીને તેના ખતરનાક ઇરાદા જાહેર કર્યા છે. આવી Âસ્થતીમાં તેના પર આંખ બંધ કરીને આગળ વધી શકાય નહી. દેશમાં અનેક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર કુખ્યાત મસુદ અઝહરના મામલે પણ ચીને હાલમાં જે રીતે વલણ અપનાવ્યુ છે તેના કારણે ત્રાસવાદના મુદ્દે તેની ખતરનાક અને બેવડી નીતિ ખુલ્લી પડી ગઇ છે. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશો જ્યારે ત્રાસવાદના મુદ્દે ભારતની સાથે હાથ મિલાવી રહ્યા છે ત્યારે મસુદ મામલે ચીને વીટોનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તે હવે ખુલ્લુ પણ પડી રહ્યુ છે. વિશ્વની સામે રહેલા ત્રાસવાદના સૌથી મોટા પડકારના મામલે પણ ચીન ભારતની સાથે દેખાતુ નથી. ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવા માટે ચીન પાકિસ્તાન પર ક્યારેય દબાણ લાવતુ નથી. તે મિત્ર દેશ પાકિસ્તાન પર મસુદ મામલે પણ તે કોઇ વાત કરતુ નથી. આવી Âસ્થતીમાં જ્યારે દુશ્મનાવટભર્યું વલણ છોડવા માટે તૈયાર નથી ત્યારે વારંવાર તેની સાથે મિત્રતા વધુ મજબુત કરવાની વાત કરવી ભારત માટે યોગ્ય દેખાતી નથી. સમગ્ર વિશ્વને હચમચાવી રહેલા અને દહેશત ફેલાવનાર ત્રાસવાદના મુદ્દે પણ ચીન ભારતની સાથે સહકાર કરવા માટે તૈયાર નથી ત્યારે આવી Âસ્થતીમાં તેની સાથે સંબંધ મજબુત કરવા અને વિશ્વાસ રાખવાની બાબત ભારત માટે યોગ્ય દેખાતી નથી. ચીનને લઇને હજુ સાવધાન રહેવાની જરૂર છે. ચીન જ્યારે તેનુ વલણ બદલવા માટે તૈયાર નથી ત્યારે ભારતે તેની સાથે વિશ્વાસના સંબંધ આગળ વધારે તે બાબત ગળે ઉતરતી નથી. પડોશી દેશો સાથે સંબંધ સારા કરવા અને મજબુત બનાવવાની પહેલનો કોઇ વિરોધ કરી શકે નહી પરંતુ વારંવાર વિશ્વાસઘાતની Âસ્થતીનો સામનો કર્યા બાદ પણ જરૂર કરતા વધારે દેખાવાની Âસ્થતીથી ચોક્કસપણે બચી શકાય છે. થોડાક સમય પહેલા ચીની પ્રમુખ શી ઝિનપિંગ ભારત આવ્યા હતા. ઝિનપિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેર અમદાવાદમાં પણ ગયા હતા. પ્રોટોકોલ તોડીને સાબરમતી નદીના કિનારે હિચકા પર ઝુલતા વાત પણ કરી હતી. દિલ્હી પહોંચ્યા બાદ પણ તેમનુ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. એવુ લાગી રહ્યુ હતુ કે જ્યારે બન્ને દેશો વચ્ચે તંગ સંબંધો હળવા થવાની શરૂઆત થઇ ગઇ છે. બન્ને મળીને નવી તાકાત તરીકે ઉભરી શકે છે. વેપાર પણ વધારી શકે છે, સાંસ્કૃતિ આપ લે પણ કરી શકે છે. ત્યારબાદ ભારતીય વડાપ્રધાન મોદી પણ ચીન ગયા હતા. તેમનુ પણ જારદાર રીતે સ્વાગત કરવામાં આવ્યુ ંહતુ. હાલમાં અનૌપચારિક યાત્રાએ મોદી ફરી ચીન ગયાહતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



