સીલિંગ તોડવા પર સુપ્રિમ લાલઘૂમ : મનોજ તિવારીને એક અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું

0
12

ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને કહ્યુ કે ભાજપ સાંસદ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે. સુપ્રીમ કોર્ટે તિવારીને એક અઠવાડીમાં જવાબ આપવાનું કહ્યુ છે. નોંધનિય છે કે મનોજ તિવારીએ ગત ૧૬ સપ્ટેમ્બરે ઉત્તર પૂર્વી દિલ્હીના ગોકુલપુર ગામના એક મકાનની સીલિંગ તોડી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટની બનાવેલી મોનિટરિંગ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં આ વાતની ફરિયાદ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યુ, “મિસ્ટર તિવારી અમે તમારા ભાષણની સીડી જાઈ છે. તમે કહ્યુ હતું કે ૧૦૦૦ જગ્યાએ સીલિંગ થવાની છે અને તમે જણાવો કે આ કઈ જગ્યા છે. અમે તમને સીલિંગ ઓફિસર બનાવી દઈશું.
કોર્ટે કહ્યુ કે તમે કાયદાને તમારા હાથમાં ન લઈ શકો. આ દરમિયાન મનોજ તિવારી કોર્ટમાં હાજર રહ્યાં અને તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનો મિસયૂઝ થઈ રહ્યો છે જે જગ્યા સીલ થઈ તે ડેરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તિવારી સીડી જાવે અને એક અઠવાડીયામાં સોગંદનામું દાખલ કરી જવાબ આપે. સુપ્રીમ કોર્ટે ૩ ઓક્ટોબરે બીજી વખત હાજર થવાનું કહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY