કચ્છ,તા.૨૫
કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે. આ સિગ્નલનું લોકેશન અંજાર શહેર અને ચોબારી વચ્ચે મળ્યું હોવાનું બતાવવામાં આવી રÌšં છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મોદીની મુલાકાત પહેલા જ સિગ્નલ મળ્યાં હોવાથી દોડધામ મચી જવા પામી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી સપ્ટેમ્બરના રોજ એક દિવસની ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ આણંદ, રાજકોટ અને કચ્છના અંજાર અથવા મુન્દ્રાની મુલાકત લેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેટેલાઇટ ફોનના જે સિગ્નલ ટ્રેસ થયા છે તે મોદીની જાહેર સભાની નજીકથી મળ્યાં છે. જે સિગ્નલ ટ્રેસ થયા છે તે થુરાયા કંપનીના ફોનના છે.
આ મામલે બોર્ડર રેન્જ આઈજીએ કંઈ કહેવાનું ટાળ્યું છે. તેમના કહેવા પ્રમાણે ફ્લાઇટને કારણે આ સિગ્નલ ટ્રેસ થયા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં કચ્છની જળ સીમાએ લખપત નજીકથી સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાતચીત થઈ હોવાના સિગ્નલ મળ્યાં હતા. બીએસએફના કચ્છના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ આ વાતને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે કચ્છમાંથી સેટેલાઇટ ફોન મારફતે બહાર વાતચીત થતી હોવાના સિગ્નલ વારેવારે ટ્રેસ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




