પોલીસ ભરતી પરીક્ષામાં વાયરલેસ ટેકનિકનો ઉપયોગ કરી ચોરી કરતા ૪૨ ‘મુન્નાભાઈ’ પકડાયા

0
8

કોલકાત્તા,તા.૨૫
પશ્ચિમ બંગાળમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરીને ઉમેદવારો ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં ૪૨ લોકોની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.
મળતી વિગતો પ્રમાણે ભરતી પરીક્ષામાં ઈમ્પ્રુવાઈઝ્ડ વાયરસેલ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની બાતમી મળ્યા બાદ ચાલુ પરીક્ષાએ સીઆઈડી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં કેટલાક ઉમેદવારો પાસેથી ક્રેડિટ કાર્ડની સાઈઝનુ ઉપકરણ અને વાયરલેસ હેડફોન મળી આવ્યા હતા.
આ મામલામાં ૪૨ લોકોની ધરપકડ કરાઈ છે. કુલ મળીને ૨૮ ફરિયાદો નોંધવામાં આવી છે. કેટલાક ઉમેદવારોએ તો ડીવાઈઝ પોતાના શૂઝમાં છુપાવ્યા હતા. તેનુ કનેક્શન મોબાઈલ સાથે હતુ. બહારથી મોબાઈલ પરથી તેમને જવાબો લખાવવામાં આવતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY