મુંબઇમાં એચઆઇવીગ્રસ્ત મહિલાઓએ ૧,૧૩૧ એચઆઇવી મુક્ત બાળકોને જન્મ આપ્યો

0
6

મુંબઈ,તા.૨૫
છેલ્લાં ચાર વર્ષમાં મુંબઇમાં ૧,૧૩૧ એચઆઇવી મુક્ત શિશુઓનો જન્મ થયાનું બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની મુંબઇ ડિસ્ટ્રક્ટસ એઇડસ કન્ટ્રોલ સોસાયટી (એમડીએસીએસ)એ આપેલી માહિતીમાં જણાવાયું હતું.
એમડીએસીએસએ ૨૦૧૫ના મેથી ૨૦૧૮ની જુલાઇ સુધીમાં એચઆઇવીગ્રસ્ત મહિલાઓએ ૧,૧૩૧ એચઆઇવી મુક્ત એચઆઇવી મુક્ત બાળકોને જન્મ આપ્યાનું જણાવ્યું હતું. જા કે, આ સમય દરમિયાન ૨૫ એચઆઇવી પોઝિટીવ બાળકો પણ જન્મ્યાં હોવાનું તેણે જણાવાયું હતું.
માહિતી અધિકાર (રાઇટ ટુ ઇન્ફોર્મેશનઆરટીઆઇ) હેઠળના પ્રશ્નના જવાબમાં અપાયેલી માહિતી મુજબ આ તમામ મહિલાઓ એચઆઇવી ગ્રસ્ત હોવાની જાણ થતાંની સાથે જ તેમને ગર્ભાવસ્થા દરમિયાન નવી મલ્ટિ ડ્રગ રીજાઇમ (એમડીઆર)ની સારવાર અપાઇ હતી.
એમડીએસીએસના વધારાના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો શ્રીકલા આચાર્યએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં અમે વિશ્વ આરોગ્ય સંસ્થાના બી પોઝિટીવ પ્રોગ્રામને અપનાવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ હોસ્પિટલોને વિના મૂલ્યે ત્રણ ડ્રગ્સ (દવા) આપવામાં આવતી હતી. થ્રી-ડ્રગ રીજાઇએ એચઆઇવી ગ્રપસ્ત મહિલાઓમાં આશા જન્માવી હતી.
આ મહિલાઓ એચઆઇવીગ્રસ્ત હોવાની જાણ થતાં જ ગર્ભાવસ્થા દરમિયાન અમે તેમને એમડીઆર આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે બી પોઝિટિવ પ્રોગ્રામ અપનાવવા અગાઉ અમે બાળકના જન્મ પછી અમે દવા આપતા હતા. એચઆઇવીનો ચેપ લાગ્યાની વેળાસર ભાળ મેળવવી અને દવા આપવાથી એચઆઇવી પોઝિટીવ બાળકોના જન્મની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો એમ તેમણે ઉમેર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY