આધુનિક સમયમાં વજન ઘટાડી દેવા માટે હવે સર્જરીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. સર્જરીથી વજન ઉલ્લેખનીય રીતે ઘટે છે.
સ્થૂળતા એક મોટી સમસ્યા બની ચૂકી છે. સ્થૂળતાને રોકવા માટે તમામ પ્રયાસો લોકો દ્વારા કરવામાં આવે છે છતાં આમા કોઈ નોંધપાત્ર સફળતા મળતી નથી. જુદા જુદા રસ્તાઓ પણ અપનાવવામાં આવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં હવે જણાવવામાં આવ્યું છે કે વજન ઘટાડવા માટે કરાવવામાં આવતી સર્જરી આરોગ્યમાં હકારાત્મક ફેરફાર લાવી શકે છે. બેરિયાટ્રીક સર્જરી વજન ઘટાડવા માટે કરાવનાર લોકોમાં એકંદરે લાઇફની ગુણવત્તામાં સુધારો થાય છે. નવા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે.
બેરિયાટ્રીક સર્જરીનો ક્રેઝ આધુનિક સમયમાં વધી રહ્યો છે. આ સર્જરીના ભાગરૂપે વ્યક્તગત લોકોમાં વજન ઉલ્લેખનીય રીતે ઘટે છે. કેટલાક લોકોમાં ૧૦૦ પાઉન્ડ અથવા તો વધુ વજન ઘટે છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં એવા દર્દી ઉપર પરિક્ષણ કરવામાં આવ્યું હતું જે દર્દીઓ બેરિયાટ્રીક સર્જરી કરાવી ચૂક્યા છે. સંશોધકોએ ૨૬થી ૭૩ વર્ષની વયના ૨૧૩ દર્દીઓના ડેટા એકત્રિત કર્યા હતા. સરેરાશ વય ૫૦ વર્ષની આંકવામાં આવી હતી. ઓનલાઈન સપોર્ટ ગ્રૂપમાં દર્દીઓના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું કે સર્જરી બાદ મોટાભાગના લોકોમાં ક્રોનિક આરોગ્યની તકલીફ દૂર થઈ છે.
ડાયાબિટીસ, હાર્ટના રોગ, કોલેસ્ટેરોલની સપાટીમાં પણ સુધારો થયો છે. વજન ઘટાડવા સાથે સંબંધિત સર્જરીના ઘણા અસરકારક પાસાંઓ પૈકી મુખ્ય પાસાં એ છે કે દર્દીઓની લાઇફમાં સુધારો થાય છે. સંશોધકોએ સર્વેના ભાગરૂપે આ પ્રકારની સર્જરી કરાવી ચૂકેલા લોકોને જુદા જુદા પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્નો ઓનલાઇન કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે લોકોના જવાબ હકારાત્મક મળ્યા હતા. શારીરિક આરોગ્ય, સોસિયલ લાઇફ, કામની પદ્ધતિ, ફેમીલી લાઇફ અને સર્જરીના પરિણામથી સંતોષ જેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



