નર્મદા જિલ્લા પોલીસનો અમુક સ્ટાફ જાતેજ બુટલેગરોને દારૂ જુગાર ના ધંધા ચલાવવા પરમિશન આપે છે…?!
નર્મદા જિલા પોલીસ વડા ના ઘટસ્પોટ થી ગુજરાતભર માં ભૂકંપ જેવી સ્થિતી

બુટલેગરો સાથે મળેલા અમુક પોલીસ અધિકારીઓ કે જવાનો ની કોલ ડિેટેઇલ મંગાવી જો કોઈ ખાતાના વ્યક્તિ ની સંડોવણી બહાર આવશે તો તેને પણ એ ગુનામાં આરોપી બનાવવામાં આવશે જેવા કડક શબ્દો માં નર્મદા એસ પી એ નર્મા ના દરેક પોલીસ અધિકારીઓ ને લખાણ મોકલતા એમની ઊંઘ હરામ
જોકે આ મુજબ જિલ્લાના વડા એ એમનાજ વિભાગ ને આવી સૂચના આપ્યા નો કદાચ આ પ્રથમ બનાવ હશે ત્યારે નજીકના સમય માં નર્મા એલ સી બી એસ ઓ જી સહીત ના વિભાગો માં ઘણો બદલાવ આવે એમ લાગે છે.
નાયબ પોલીસ અધિકારીઓ તેમના ડીવીજન માં નબળું સુપરવિઝન રાખવાના કારણે આવી પ્રવૃત્તિ ને વેગ મળે છે ત્યારે જાતે રેડ કરીશું તેમાં આવી બાબત ખુલ્લી પડશે તો એ તમામ ને શિક્ષા કરશે જેની ગંભીર નોંધ લેવા એસ પી એ જણાવ્યું.
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ એમનાજ વિભાગ ના અધિકારીઓ ને મોકલેલી યાદી માં ચોંકાવનારી વિગતો સામે આવા પોલીસ બેડા માં હાલ હડકંપ જેવી સ્થિતી થવા પામી છે જેમાં આ યાદીમાં એસ પી બગડિયા આપેલી કડક સૂચના મુજબ જિલ્લા ના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તાર ટાઉન માં ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ કરાય છે જેમાં બુટલેગરો દ્વારા નવા નવા કિમીયાનો ઉપયોગ કરી ુવાન છોકરા છોકરીયો ને દારૂના વેચાણ હોમ ડિલિવરી સ્કૂલ બેગ જેવા સાધનોનો ઉપયોગ કરી માલ પોહ્ચાડવા ઉપયોગ થાય છે ત્યારે આ બાબતે લોકલ પોલીસ ,જિલ્લા એલ સી બી ,એસ ઓ જી ,ના સહકાર થી ચલાવવામાં આવે છે ત્યારે કોણ કોણ આ પ્રવૃત્તિ માં સંડોવાયેલ છે તેના નામો અમારી પાસે છે અને ઇંગ્લિશ દારૂનો ધંધો કરવા માં લોકલ પોલીસ દ્વારા મદદ કરવામાં આવતા આ બુટલેગરો પર રેડ કરાતી નથી જેમાં જિલ્લાના કેટલાક અધિકારીઓ કર્મચારીઓ સંડોવાયેલા છે અને એ ાટે અમે કોલ ડિટેઇલ મંગાવી છે જેના આધારે આમા ોઈ પણ અિકારી જે કર્મચારી સંડોવણી જોવા મળશે તેને ગુનામાં આરોપી બનવવામાં આવશે જેની નોંધ લેવી
પોલીસ અધિકારી / કર્મચારી દ્વારા દારૂની ગાડીયો નું પાયલોટિંગ કરવામાં આવે છે જેમાં પોલીસ ની ગાડી આગળ અને દારૂની ગાડીયો પાછળ ચાલે છે તે ખુબજ નિન્મ કક્ષાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ગંભીર બાબત છે
નાયબ પોલીસ અધિકારીઓ નું નબળું સુપરવીઝન
યાદી માં જિલ્લા પોલીસ વડા એ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે નાયબ પોલીસ અધિકારીઓ તેમના ડીવીજન માં નબળું સુપરવીઝન રાખવાના કારણે આવી પ્રવૃત્તિ ને વેગ મળે છે જેના કારણે જિલ્લા માં દારૂ જુગાર ના બુટલેગરો ખુલ્લેઆમ તેમજ ચોરીછૂપી થી જિલ્લા એલ સી બી ,એસ ઓ જી તેમજ લોકલ પોલીસ ની પરમિશન થી ધંધા ચાલુ કરેલ છે ત્યારે અમે જાતે દારૂ જુગાર ની રેડ કરીશુ જેમાં રેડ સફળ થશે તો ઘણા અમલદારો ,બીટ જમાદાર ,એલ સી બી ,એસ ઓ જી ને પણ શિક્ષા કરીશુ જેની ગંભીર નોંધ લેવી જિલ્લા માં દારૂ જુગાર ની પ્રવૃત્તિ કોઈ પણ સંજોગો માં ચલાવી નહિ લેવાય માટે મીલીભગત હોય તો બંધ કરવા એસ પી એ કડક સૂચના આપી છે .ત્યારે આવા ઈમાનદાર નર્મદા પોલીસ વડા જો દરેક જિલ્લા માં હોય તો બેનંબરિયાઓ ફરી માથું ન ઉંચકી શકે .
સામાન્ય જનતાએ મોબાઇલ ફોન પર કરેલ ફરીયાદને આધારે મૌખિક ફરીયાદ બાદ આ લેટર લખ્યો હતો:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા
આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કેટલાક પોલીસ અધિકારીઓ દારૂના બુટલેગરો સાથે મળેલી હોવા બાબતની સામાન્ય જનતાએ મોબાઇલ ફોન પર ફરીયાદ કરી હતી,જેથી મૌખિક ફરીયાદ બાદ આ લેટર લખ્યો હતો.આધારભૂત રીતે કાંઈ ન કહી શકાય આ એક તપાસનો મુદ્દો છે આ પરીપત્ર એ એક રૂટીન છે.જેમાં દરેક અધીકારીને ઉદ્દેદ્શીને લખવામાં આવે છે.પત્રમાં LCB કે SOGનું નામ હોવાથી સમગ્ર બ્રાંચ દોષીત ન માની શકાય.કોક કર્મીની સામેલગીરી હોઇ શકે.પ્રજામાંથી આવેલ ફરીયાદ બાદ આ પત્રીપત્ર કરાયો છે.મે કોલ ડીટૈલ મંગાવી છે જેમાં જે દોષીત જણાશે તેની સામે કાર્યવાહી થશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




