એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણિતાને કેરોસીન છાંટી જીવતી સળગાવી

0
18

મહેસાણા,તા.૨૯
મહેસાણાના કડીમાં એકતરફી પ્રેમીએ મહિલાને કેરોસીન છાંટીને બાળીને મારવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઇ હતી. જેની ફરિયાદ બાવલુ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના કડીના કરશનપુરામાં મહિલા પાછળ પાગલ પ્રેમીએ પરિણીતાને પોતાની બનાવવા માટે આ દર્દનાક કૃત્ય કર્યું છે. પોતાની જાતને પ્રેમી ગણાવતા આ યુવકે પરિણીતા મહિલાને પ્રેમ કરતો હતો. મહિલા શાક લઇને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેણે મહિલાને પોતાની સાથે આવવા કહ્યું પરંતુ તે ન માનતા પ્રેમીએ મહિલા પર કેરોસીન છાંટી દીધુ અને તેને જીવતી જ સળગાવી દીધી. જાકે સ્થાનિકોને આ વાતની જાણ થતાં મહિલા હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે આ મામલે મહિલાના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને ફરાર આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ મહિલાના પરિવાર અને ઘટના નજરે જાનારા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.
થોડા સમય પહેલા પણ રાજકોટમાં આવો બનાવ બન્યો હતો. રંગીલા રાજકોટનાં જામનગર રોડ પર આવેલા ધંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં નવ મહિના પહેલા દાઝી જવાથી મહીલાનું મોત થયું હતું. જાકે પરણીતાનાં મૃત્યુને નવ મહિના બાદ તેની હત્યા થઇ હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાય હતી. પોલીસ તપાસમાં આ હત્યા તેની જ મિત્ર અને પ્રેમીની બીજી પ્રેમીકાએ કરી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY