કર્ણાવતી કલબ પ્રમુખ સહિત ૭ પર ગેરલાયક માટેનું સંકટ

0
11

અમદાવાદ, તા.૨૯
શહેરની કર્ણાવતી અને રાજપથ ક્લબને વિવાદોનું ગ્રહણ લાગ્યું છે. એક વિવાદ પૂરો થાય કે બીજો વિવાદ આવીને ઊભો રહે છે. કર્ણાવતી ક્લબમાં સફાઈ કામદારની છેડતીના મુદ્દે ઘાના ઠામમાં ઘી પડ્‌યા પછી કર્ણાવતીના પ્રમુખ અને ૭ ડાયરેક્ટર પર ગેરલાયક ઠરવાનો મુદ્દો ઊભો થયો છે. જા કે, કલબના મેનેજમેન્ટ તરફથી એકાદ સપ્તાહમાં આ સમસ્યાનું નિવારણ થઇ જશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો. નોન ફાઇલિંગ રિટર્ન ઓફ ડીઆરઆઈ કેવાયસીના ઉલ્લંઘન બદલ કર્ણાવતી ક્લબના પ્રમુખ અને તેમના ૭ ડાયરેક્ટરોને તેમની કંપનીઓમાં ગેરકાયદે ઠરાવાતાં ફરી એક નવો વિવાદ ઊભો થયો છે. ક્લબના મેમ્બરમાં અંદરોઅંદર ગણગણાટ અને કાનાફૂસી વધી છે. આ અંગે કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ડીઆઈઆર-૩ કેવાયસીનું ઉલ્લંઘન ચોક્કસ થયું છે, પરંતુ ત્યાર બાદ કરવાની થતી કાર્યવાહી તુરત જ શરૂ કરવામાં આવી છે. કેવાયસી સબમીટ કરી દેવામાં આવ્યાં છે. પાસપોર્ટની કોપી, આધાર, પાનકાર્ડ વગેરેનું સબમિશન થઈ ગયું છે. સમગ્ર કાર્યવાહી પૂરી થતાં ૩થી ૪ દિવસનો સમય લાગશે. સમગ્ર મામલો આગામી સપ્તાહે પૂરો થઈ જશે. જેથી કર્ણાવતીના પ્રમુખ સહિત અન્ય ૭ ડાયરેક્ટરો પર ઝળૂંબતી ગેરલાયકાતની તલવાર હટી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાવતીના પ્રમુખ જયેશભાઈ મોદી આરઓસીનો ડીન નંબર ધરાવે છે. જે બધા ડાયરેક્ટર ધરાવે છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટર ઓફ કોમર્સ અંતર્ગત આવતી રજિસ્ટ્રાર ઓફ કંપની (આરઓસી)માં કંપની દ્વારા થતા નિયમોનું ઉલ્લંઘન કરાય તો કાર્યવાહી કરવામાં આવે છે. આરઓસીએ ક્લબના પ્રમુખ જયેશ મોદી, ડાયરેક્ટર ધવલ બારોટ, પરેશ પટેલ, ભલાભાઈ પટેલ, અમદાવાદ, તા.૨૯
શહેરની કર્ણાવતી અને રાજપથ ક્લબને વિવાદોનું ગ્રહણ લાગ્યું છે. એક વિવાદ પૂરો થાય કે બીજો વિવાદ આવીને ઊભો રહે છે. કર્ણાવતી ક્લબમાં સફાઈ કામદારની છેડતીના મુદ્દે ઘાના ઠામમાં ઘી પડ્‌યા પછી કર્ણાવતીના પ્રમુખ અને ૭ ડાયરેક્ટર પર ગેરલાયક ઠરવાનો મુદ્દો ઊભો થયો છે. જા કે, કલબના મેનેજમેન્ટ તરફથી એકાદ સપ્તાહમાં આ સમસ્યાનું નિવારણ થઇ જશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો. નોન ફાઇલિંગ રિટર્ન ઓફ ડીઆરઆઈ કેવાયસીના ઉલ્લંઘન બદલ કર્ણાવતી ક્લબના પ્રમુખ અને તેમના ૭ ડાયરેક્ટરોને તેમની કંપનીઓમાં ગેરકાયદે ઠરાવાતાં ફરી એક નવો વિવાદ ઊભો થયો છે. ક્લબના મેમ્બરમાં અંદરોઅંદર ગણગણાટ અને કાનાફૂસી વધી છે. આ અંગે કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ડીઆઈઆર-૩ કેવાયસીનું ઉલ્લંઘન ચોક્કસ થયું છે, પરંતુ ત્યાર બાદ કરવાની થતી કાર્યવાહી તુરત જ શરૂ કરવામાં આવી છે. કેવાયસી સબમીટ કરી દેવામાં આવ્યાં છે. પાસપોર્ટની કોપી, આધાર, પાનકાર્ડ વગેરેનું સબમિશન થઈ ગયું છે. સમગ્ર કાર્યવાહી પૂરી થતાં ૩થી ૪ દિવસનો સમય લાગશે. સમગ્ર મામલો આગામી સપ્તાહે પૂરો થઈ જશે. જેથી કર્ણાવતીના પ્રમુખ સહિત અન્ય ૭ ડાયરેક્ટરો પર ઝળૂંબતી ગેરલાયકાતની તલવાર હટી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાવતીના પ્રમુખ જયેશભાઈ મોદી આરઓસીનો ડીન નંબર ધરાવે છે. જે બધા ડાયરેક્ટર ધરાવે છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટર ઓફ કોમર્સ અંતર્ગત આવતી રજિસ્ટ્રાર ઓફ કંપની (આરઓસી)માં કંપની દ્વારા થતા નિયમોનું ઉલ્લંઘન કરાય તો કાર્યવાહી કરવામાં આવે છે. આરઓસીએ ક્લબના પ્રમુખ જયેશ મોદી, ડાયરેક્ટર ધવલ બારોટ, પરેશ પટેલ, ભલાભાઈ પટેલ, અજય ઠક્કર, વિજય મહેતા, હસમુખ શાહ, રાજેશ ગાંધી સહિત ૭ ડિરેક્ટરોને કંપનીના નો ફાઈલિંગ રિટર્ન ઓફ ડીઆઈઆર-૩ કેવાયસીના ઉલ્લંઘન બદલ ડિસક્વોલિફાય કર્યા છે. જેમાં ડાયરેક્ટર પરેશ પટેલની મેટર સબ જ્યુડિશિયલ હોઈને તેમનો વિવાદ ઉકેલાતાં વાર લાગશે તેવું ક્લબના પ્રમુખ જયેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું. પરંતુ બાકી રહેલા ૭ ડાયરેક્ટરો દ્વારા કેવાયસીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાતાં આગામી સપ્તાહે આ પ્રશ્નનો હલ આવી જશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. કર્ણાવતી ક્લબના વિવાદને લઈને અન્ય ક્લબના સભ્યોમાં પણ આ વિષયની ચર્ચા જાવા મળી રહી છે. જાકે કર્ણાવતી ક્લબના અધિકારીઓ વિવાદ ઉકેલાઈ જશે તેમ માની રહ્યા છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY