નર્મદા જિલ્લા સેવા સદન કચેરી (કલેક્ટર બિલ્ડીંગ ) ના વોટર કુલરો પર લટકતું મોત, દુર્ઘટના બને તો જવાબદાર કોણ…?!
ભોઈ તળિયે મુકેલા કુલર માં ઈલેકટ્રીક કનેકશન જ નથી પણ ત્યાં ગંદકી ના કારણે સ્વછતા નો અભાવ જયારે ઉપર ના માળે કુલર ના ઈલેકટ્રીક કનેકશન માં ખુલ્લા વાયરો થી જીવતું મોત લટકતું જોવા મળે છે


રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બિલ્ડીંગ એટલે કે જિલ્લા સેવા સદન માં મુકવામાં આવેલા વોટર કુલરો પાસે વારંવાર ગંદકી સહીત ઘણી તક્લીફો જોવા મળી છે ત્યારે લાખો ના ખર્ચે થતું મકાન નું મેન્ટેનન્સ પણ જાણે ભ્રસ્ટાચાર ની ચાડી ખાતું જોવા મળે ત્યારે હાલમાંજ નવા નંખાયેલા કુલરો પણ ખખડધજ અને આસપાસ ગંદકી વાળા જોવા મળતા હાજર સ્ટાફ સહીત રોજના આવતા લાભાર્થીઓ કે અરજદારો પણ આજ કુલરનું પાણી પિતા હોય ક્યારેક બીમાર પડે તો કોણ જવાબદાર જો જિલ્લા ની વડી એવી કલેક્ટર કચેરી માંજ સ્વછતા બાબતે આવી તકલીફ હોય તો પી એમ મોદીનું સ્વછતા અભિયાન કેટલું સફળ થયું એ ખ્યાલ આવી જાય છે સાથે ઈલિક્ટ્રિક જેવી ગંભીર બાબતે પણ ખુલ્લા વાયરિંગ પણ ગમે એના માટે જોખમરૂપ સાબિત થઈ શકે એમ હોય આ બાબત અગાઉ પણ પ્રકાશ માં આવવા છતાં લાગતા વળગતા અધિકારીઓ કે માં વારંવાર આવી લાલીયાવાડી ચલાવી લેતા હોય છે શું જિલ્લા કલેક્ટર જવાબદારો સામે પગલાં લેશે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







