નગર પ્રા. શાળા સમિતિને શિષ્યવૃત્તિ આપવા વિદ્યાર્થીઅો જ મળતા નથી

0
168

સુરત, તા. ૦૨
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા ગરીબ બાળકો શિષ્યવૃત્તિની મજૂર થતી રકમમાંથી છેલ્લા બે વર્ષથી રૂ. ૧.૯૦ કરોડની રકમ શાળા સમિતિએ સરકારમાં પરત જમા કરાવી હતી. આ અંગે શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય નટુભાઈ પટેલ, શફી જરીવાળાએ શિક્ષણ સમિતિના ભાજપ શાસકોના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોગ્રેસી સભ્ય નટુભાઈ પટેલ, શફી જરીવાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં શહેરના ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરે છે. હાલમાં શિક્ષણ સમિતિમાં ૩૪૪ શાળાઅો સાત માધ્યમમાં કુલ ૧,૫૮,૬૩૧ બાળકો કાર્યરત છે. સરકારશ્રીના સમાજ કલ્યાણ વિભાગ મારફતે સમિતિમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અત્યાર સુધી આ શિષ્યવૃત્તિ રોકડમાં આપવામાં આવી હતી, પરંતુ ભૂતકાળમાં થયેલ ગોબાચારીને કારણે છેલ્લા કેટલાક વખતથી આ શિષ્યવૃત્તિ જે તે શાળાના આચાર્યના ખાતામાં જમા કરવામાં આવે છે અને આચાર્યશ્રી દ્વારા જે-તે બાળકોને શિષ્યવૃત્તિની રકમ તેમના બેક ખાતામાં જમા કરાવવાની હોય છે.
પરંતુ ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે, સમિતિના શાસકોની અણગતનીતિ, અણઆવડતને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારશ્રી તરફથી મળતી શિષ્યવૃત્તિ બાળકોને આપવામાં આવતી નથી. નથર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સને ૨૦૧૬-૧૭મા ગરીબ પરિવારના વિદ્યાથીઅોને આપવામાં આવતી શિષ્યવૃત્તિ રૂ. ૯૦,૭૪,૨૧૪/- જેટલી માતબર રકમ વિદ્યાર્થીઅોને ન આપી સરકારશ્રી જમા કરાવેલ છે. જે શાસકોનો ઉત્તમ વહીવટનો નમૂનો પૂરવાર તથાય છે. વળી આમ પણ શાસકો મોટા-મોટા બણગાઅો ફૂંકે છે. પરંતુ દીવાતળે અંધારૂ છે. સમિતિનો સઘળો વ્યવહાર હું બાવો અને મંગલદાસ સંભાળે છે. તેથી સ્થિતિ હાલમાં અનુભવાય છે.
વધુમાં સને ૨૦૧૬-૧૭મા ગરીબ પરિવારના વિદ્યાર્થીઅોને આપવામાં આવતી શિષ્યવૃત્તિ અંદાજે રૂ. ૯૦,૭૪,૨૧૪/-મા ગરીબ પરિવારના વિદ્યાર્થીઅોને ન આપી સરકારમાં જમા કરાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY