ભારતીય એજન્સીઓ ઊંઘતી રહી, ફૂલેકાબાજ નિરવ મોદી બ્રિટનમાં નથી

0
7

ન્યુ દિલ્હી,
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી અંગે નવો ખુલાસો થયો છે. સરકારી સૂત્રોનું માનીએ તો નીરવ મોદી લંડનમાં નથી. ઇન્ટરપોલની તરફથી ભારતીય એજન્સીઓને જવાબ આપ્યો છે, તેમાં સ્પષ્ટતા કરી છે કે નીરવ મોદી બ્રિટનમાં નથી. આ જવાબ ૫ જૂનના રોજ આપવામાં આવ્યો છે.
કહેવાય છે કે નીરવ મોદીએ અંદાજે ૧ મહિના પહેલાં જ લંડન છોડી દીધું હતું. ઇન્ટરપોલના મતે નીરવ મોદી હજુ પણ ભારતીય પાસપોર્ટ પર જ ટ્રાવેલ કરી રહ્યો છે. ત્યારબાદ હવે ભારતીય એજન્સીઓ આ વાત પર વિદેશ મંત્રાલય (સ્ઈછ)ને પૂછી શકે છે કે આખરે તેઓ ભારતીય પાસપોર્ટ પર કેવી રીતે ટ્રાવેલ કરી રહ્યાં છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એક વખત ઇંટરપોલને ચિઠ્ઠી લખી નીરવ મોદીના નવા લોકેશન અંગે માહિતી માંગી છે. સીબીઆઈને ઇન્ટરપોલનો આ લેટર ૬ જૂનના રોજ મળ્યો. સૂત્રોનું માનીએ તો છેલ્લાં કેટલાંક સમયમાં નીરવ મોદી ૪ દેશોની યાત્રા કરી ચૂકયા છે.
આપને જણાવી દઇએ કે પહેલા એવી માહિતી હતી કે પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટન પહોંચી ચૂકયા છે. એવી આશંકા વ્યકત કરાઇ રહી છે કે તેઓ અહીં રાજકીય શરણું લેવાની કોશિષમાં લાગી ગયા છે.
આપને જણાવી દઇએ કે નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કના ૧૩૪૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનો ચૂનો ચોપડયો છે. આ કૌભાંડમાં નીરવ સિવાય તેના મામા મેહુલ ચોકસીની પણ અગત્યની ભૂમિકા છે.
સીબીઆઈએ ૧૪મી મેના રોજ મુંબઇના સીબીઆઈ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટમાં ૧૩૪૦૦ કરોડ રૂપિયાના આ કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી સિવાય ૨૪ લોકોને આરોપી બનાવ્યા જેમાં ઇલ્હાબાદ બેન્કના સીઇઓ ઉષા અનંતસુબ્રમણ્યમનું નામ પણ સામેલ હતું.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY